*🌷ઉત્તર ગુજરાતમાં આવેલ ઐતિહાસિક શહેર એટલે રાધનપુર!*
*🌷આ એક એવું તીર્થ છે કે: અહીંયા 💯 વર્ષ પ્રાચીન એક બે નહીં,પણ પુરા પચીશ પચીશ જિનાલયો શોભી રહ્યા છે.*
*🌷 રાધનપુર પંથક એટલે દીક્ષાની ખાણ! એક અંદાજ મુજબ છેલ્લા સો દોઢસો વર્ષમાં 1002 દીક્ષા અહીં થઇ ચુકી છે. તેમાંથી અનેક પ્રભાવક આચાર્ય ભગવંતો થયા છે,અને વર્તમાન કાળે પણ બિરાજમાન છે!*
*🌷 જીવદયામાં રાધનપુર અવ્વલ નંબરે આવે છે.રાધનપુરમાં પાંજરાપોળ 200 વર્ષથી ચાલે છે. અત્યારે ૪૦૦૦ જેટલા પશુઓને આશ્રય મળી રહ્યો છે.*
*🌷એક જમાનામાં મુસ્લિમ નવાબનું રાજ્ય રાધનપુરમાં હતું. અહીંના શ્રાવકો એવા જીવદયા પ્રેમી હતા કે: મુસ્લિમ નવાબ પાસે લેખિત ફરમાન લીધેલ કે: મુજપુર,સમી,અને રાધનપુર પંથકમાં કોઈએ ગૌહત્યા કરવી નહીં.આ ફરમાન લેખિતમાં તો લીધું પણ, એવા દુરંદેશી હતા કે પત્થર પર કોતરાવીને લેખિતમાં ફરમાન લીધેલ! એ ફરમાન આજે પણ મોજૂદ છે.તે સિવાય રાધનપુરમાં ઐતિહાસિક લેખો પણ મળી આવે છે.જીવદયાનુ ફરમાન,અને એક ઐતિહાસિક લેખ,આ આર્ટિકલ સાથે મુકેલ છે.*
*🌷 રાધનપુરની જીવદયાની એક વાત એવી છે કે: જો જાણીએ તો આપણા રોમ-રાજી વિકસ્વર થઇ જાય! રાધનપુરમાં એક જીવાતખાનું હતું.રાધનપુર સંઘ દ્વારા નિયુક્ત કરાયેલ એક માણસ રોજ સવારે રાધનપુરની શેરીઓમાં નિકળે,અને બુમ પાડે:એ...જીવાત લાવો જીવાત...!*
*🌷રાધનપુરની શ્રાવિકાઓ પણ વીરની વારસદાર!જે અનાજ કે શાકભાજીમાંથી જે જીવાત નીકળી હોય તેજ અનાજ કે શાકભાજી શીશીમાં લે.પછી તેમાં તે ધનેડા કે ઇયળ વિગેરે જીવાત મુકે.જો માથાની જૂ નીકળી હોય તો થોડા વાળ શીશીમાં મુકીને પછી તેમાં જુ મુકાય, આમ તેને કુદરતી વાતાવરણ પૂરું પડાય. પછી પેલો માણસ તે જીવજંતુને લઇ જઇને જીવાત ખાનામાં જયણાપુર્વક મૂકી આવે.જીવાત ખાનાની રચના એવી કે તેમાં કોઈ જીવાત ભક્ષક પશુ કે પક્ષી ન પ્રવેશી શકે! તેમાં આવેલ જીવજંતુ તેનું કુદરતી આયુષ્ય પુરું કરી શકે. જીવદયાના આવા ઉત્તમ સંસ્કાર રાધનપુરના કોરડીયા,મસાલીયા, દોશી,સંઘવી,વોરા,કોઠારી,પટવા,શેઠ,વડેચા જેવી અટક ધરાવનારા શ્રાવક શ્રાવિકામાં હતા!*
*🌷આવા શ્રાવકો કંઈ પ્રભુભક્તિમાં પાછા પડે ખરા?અને એટલેજ રાધનપુરની શેરીએ શેરીએ જિનાલય જોવા મળે!જીનાલય પણ કેવા? સો સો વર્ષથી વધુ પ્રાચીન!! શાંત અને પ્રશમરસ વહાવતા પ્રભુજીના દર્શન કરતાં નેત્રો પુલકીત થઈ જાય!જન્મારો સફળ થઇ જાય! અનુકૂળતા હોય તો જઇ* *આવજો.રાધનપુર! શ્રી શંખેશ્વર મહાતીર્થથી ફક્ત 45 કી.મી.છે. દર્શન કરતાં તમે બોલી ઉઠશો:આતો રાધનપુર નહીં,રાજ ધન્ય પુર છે!!*
*🌷આવા અલબેલા રાધનપુરના સૌથી મોટા એવા શ્રી આદિનાથ પ્રભુના જિનાલયનો જિર્ણોદ્ધાર થઇ રહ્યો છે.નુતન જીનાલય ભવ્યાતિભવ્ય બનશે!*
*🌷આવી તો આ ઉર્જાવાન નગરની અનેક અનોખી કથાઓ છે.*
*🌷 માહિતી: રાધનપુર નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી હીતેશભાઇ કોરડીયા.સુરત.*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો