સોમવાર, 17 એપ્રિલ, 2023

Dada Aadeswarji Dur thi aavyo dada darshan do

*👆પ્રભુ શ્રી આદેશ્વર ભગવાનનું સ્તવન-૦૧*

*🎧 દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો...!*
➖➖➖➖➖➖➖➖➖
*દાદા આદીશ્વરજી, દૂરથી આવ્યો, દાદા દરિશન ધ્યો..*

*કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચઢે પલાણે, કોઈ આવે પગપાળે,*
*દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા.આદિ...(૧)*

*શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચઢે પલાણે, હું આવું પગપાળે,*
*દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર,દાદા.આદિ...(૨)*

*કોઈ મૂકે સોના રૂપા, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા,*
*દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા.આદિ...(૩)*

*શેઠ મૂકે સોના રૂપા, રાજા મૂકે મહોર, હું મૂકું ચપટી ચોખા,*
*દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા.આદિ...(૪)*

*કોઈ માંગે કંચન કાયા, કોઈ માંગે આંખ, કોઈ માંગે ચરણોની સેવા,*
*દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર.દાદા.આદિ...(૫)*

*પાંગળો માંગે કંચન કાયા, આંધળો માંગે આંખ, હું માંગું ચરણોની સેવા,*
*દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર; દાદા.અદિ...(૬)*

*હીરવિજય ગુરૂ હીરલો, વીરવિજય ગુણ ગાય;*
*શેત્રુંજયના દર્શન કરતાં, આનંદ અપાર, હાં હાં આનંદ અપાર દાદા. આદિ...(૭)*

*કર્તા:-પૂજ્ય વીર વિજયજી મ.સા.*
*સ્વર:- શ્રી જયદીપ સ્વાદિયા*
➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top