સોમવાર, 17 એપ્રિલ, 2023

Janava Jevu

*વિચારવા જેવી વાત❓*

*આજે તો ચઢાવા પણ કેવા બોલાય છે?*

*ભાગીદારીમાં!!!!* 

*સામી પાર્ટી માં એક જ માણસ દસ લાખ બોલે અને પાંચ ભેગા થઈને પંદર બોલો તો પેલાને અન્યાય થાય ને..* 

*એક વ્યક્તિ એકલો દસ લાખ ખરચવા તૈયાર હતો અને કોઈ ત્રણ લાખમાં ચઢાવો લીધો આ અન્યાય નહિ???*

*એટલું નક્કી કરવું કે ભાગીદારી માં એકેય કાર્ય કરવું નહિ..* 

*ધંધો પણ અને ધર્મ પણ નહિ..*

*ભાઇઓ ભેગા હોય તો પણ વ્યક્તિગત આવકથી જ ધર્મ કરવો છે..*

*એમાં ભાગ પડાવે તો આપણી પાસે શું બચે?*

*આપણે આપણી ધનની મૂર્ચ્છા ઉતારવી છે બીજાની નહિ..*

*ભક્તિ*

*📍પોતાના શરણાગતો અથવા નામસ્મરણ કરનારની સર્વ પાપહાનિ કરવી, એ ભગવાનની દ્રઢ પ્રતિજ્ઞા છે.*

*📍ઈશ્વરવિષયક જ્ઞાન તે ભક્તિ નથી, પણ પ્રીતિ તે ભક્તિ છે. જ્ઞાન તો દ્વેષીઓને પણ થાય.*

*📍ભક્તિ એ ક્રિયા નથી પણ અર્પણ છે. શ્રદ્ધા સાધારણ છે, ભક્તિ અસાધારણ છે. થોડો પણ ભક્તાધિકાર મોટાં પાપોનો નાશક છે.*

*📍ભક્તિમાં ક્રમ નથી. ક્રમ તો ક્રિયા કે જ્ઞાનમાં છે. ભક્તોને એક સાથે સઘળાં ક્રમોનું ઉલ્લંઘન થઇ સિદ્ધિ મળે છે. સંસારનું કારણ કેવળ અજ્ઞાન નહીં પણ અભક્તિ છે.*

*હસ્તાક્ષરનું અક્ષયપાત્ર - ૧૨ / ૪૪*
*www.bhadrankar.com*

*- રોજનીશીમાંથી અવતરણો;*

*આલેખક:*
*પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ. સા.*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top