શ્રી વિજય શેઠ અને વિજયા શેઠાણી
જિનદાસ શેઠે વિમલ કેવલીને કીધું કે આજે મારા ભાગ્ય ખુલી ગયા. મારે તમારી જોડે આવેલા 84000 સાધુના દર્શન થયા. જિનદાસ શેઠે કહ્યું મારે તમારા બધાં જ સાધુની ભક્તિ કરવી છે. વિમલ કેવલી કીધું કે સાધુના માટે રસોઈ બનાવશો તો એ ગોચરી હમે નહીં વહોરીયે. એ ગોચરી વહોરતાં હમને દોષ લાગે. જિનદાસ શેઠે કહ્યું તો શું હું એક સાથે 84000 સાધુની ભક્તિ નહીં કરી શકું ?
ત્યારે વિમલ કેવલીએ કીધું કે કચ્છ દેશમાં વિજય શેઠ અને વિજયા શેઠાણી રહે છે. 84000 સાધુઓને આહાર - પાણી વહોરાવવાથી જે લાભ મળે તે લાભ તે લાભ વિજય શેઠ અને વિજયા શેઠાણીને જમાડવાથી મળે તેમ કેવલી ભગવાને જણાવ્યું હતું. તેમાં તેમના અણિશુદ્ધ બ્રહ્મચર્યની મહત્તા ગવાઈ છે.
લગ્નના પહેલાં વિજય શેઠને શુક્લ પક્ષમાં અને વિજયા શેઠાણીને કૃષ્ણ પક્ષમાં બ્રહ્મચર્યનો નિયમ હતો. યોગાનુયોગ બંનેના લગ્ન થયા. પરસ્પરના નિયમની ખબર પડી. કોઈ જ પ્રકારનો અફસોસ કે સંકલ્પ - વિકલ્પ ન કરતાં સાથે રહીને પણ સુવિશુદ્ધ બ્રહ્મચર્યનું પાલન તેઓએ કર્યું.
તે બંનેની ઊભી મૂર્તિઓ આ ગિરિરાજ ઉપર ભમતીમાં ગોખલામાં સ્થાપના કરવામાં આ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો