જે જન્મે બ્રાહ્મણ પણ પૂર્વભવના ઉત્કૃષ્ટ પુણ્યએ થયા મહાપ્રભાવક ગચ્છાધિપતિ અજોડ સંયમધર નીડરવક્તા પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી મેરુપ્રભસુરીશ્વરજી
જન્મ ઇડર પાસેના દેશોતરગામમાં માતા સુરજબેન અને પિતા મોતીરામ ઉપાધ્યાય ને ત્યાં આસો વદ 13 ના દિવસે થયેલ અને તેમનું સંસારીનામ મોહનભાઇ બ્રાહ્મણકુલમાં જન્મ થવાથી નાનપણથી વેદ ઉપનિષદોના શ્લોકના ગુણગાન વચ્ચે મોટા થયા ખપપૂરતું વ્યવહારિકજ્ઞાન મેળવી એક જૈનતર વૈદ્યની મદદથી દેશોતર થી ધર્મનગરી ખંભાત નગર માં આવી ને વસ્યા,ત્યાં ના એક ધર્મનિષ્ઠ દેવગુરુધર્મ ઉપાસક શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદ અમરચંદને ત્યાં રસોઇયા મહારાજી તરીકે રહિયા પોતે જૈનશેઠને ત્યાં રેહતા હોવાથી જૈનકુળછાજે અને શોભાવે તેવા ધર્મના સુસંસ્કારથી દિનપ્રતિદિન મોહનભાઇ નું પરિવર્તન થવા આવ્યું નિરંતર સાધુ સાધ્વીજી ભગવત ની ગોચરી ની ભક્તિથી તેમનું હૈયું આનંદિત અને વિકસ્વર થવા લાગલે તેમની પ્રમાણિકતાથી શેઠ પણ ખુશ હતા અને તેમનો પગાર પણ વધુકરી આપેલ .શેઠ સાથે તેઓ રોજ દર્શન પૂજન કરતા અને સૂયારસ્ત પેહલા ભોજન કરી લેતા અને પર્વ તિથિ પોષધ કરતા.
એક વાર શાશન સમ્રાટ શ્રી નેમિસૂરી મ.સ ખંભાત માં પધારેલ અને પૂજ્ય શ્રી ની વૈરાગ્યવાણી નું શ્રવણ મોહનભાઇ રોજ કરતા અને ધીમે ધીમે જૈનશાશન પ્રત્યે સારી અભિરુચિ પ્રગટી, મોહનભાઇને સંયમ લેવાની ભાવના થઈ જેના ફળસ્વરૂપે વિ સં 1985 ના કારતક વદ10 ના શુભદિવસે ખંભાત પાસે વત્રા મુકામે 23 વર્ષ ની ભરયુવાની માં પરમેશ્વરી પ્રવજય અંગીકાર કરી પુજ્યપાદ શાશનસમ્રાટશ્રીના શિષ્ય ગીતાર્થ શિરોમણી શ્રીવિજયઉદયસુરીશ્વરજી ના શિષ્ય સ્વરૂપે મુનિ શ્રી મેરુપ્રભવિજયના નામકરણથી જાહેર થયા.
સંયમજીવનમાં પૂજયશ્રી શાશન સમ્રાટશ્રી પાસે વ્યાકરણ,સાહિત્ય,કાવ્ય,સુત્રાદિ પૂજય ગુરુદેવશ્રી ઉદયસૂરી મ.સ પાસે આગમિક,સિદ્ધાંત,તથા પ્રકરણદિનો વડીલ ગુરૂબંધુ પ.પૂ શ્રી નંદનસૂરી મહારાજ પાસે ન્યાય શસ્ત્રાદિનો,મિથીલાના પ્રખર વિદ્વાન પંડિત શ્રી શશીનાથ ઝા પાસે વ્યાકરણ ષડદર્શનાદી તથા જૈનેતર દર્શનાદિ ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ કર્યો
વ્યાકરણની આવૃત્તિ ન થાય તો બીજે દિવસે ઘી વિગઈ નો ત્યાગ તેમજ વ્યાકરણ પૂર્ણ કરવા માટે છેલ્લા 6મહિના બે જ દ્રવ્યવાપરતા પૂજ્યશ્રીને અભ્યાસ પ્રત્યેની તીવ્રરુચિ અને લગની હતી. સંયમને ટકવાનાર જ્ઞાન છે એમ પૂજયશ્રી પૂર્ણપણે માનતા અને નવદીક્ષિત ને પણ અભ્યાસ માટે ભારપૂર્વક કેહતા.ઊંડી અને તલસ્પર્શી જ્ઞાન અખંડ અને એકનિષ્ઠ ગુરુભક્તિ સંયમની વિશુદ્ધ વિવૃદ્ધિ આદિ અનેક ગુણોથી સુશોભિત પૂજ્યશ્રીને ભગવતીસૂત્રના યોગોદહનની અનુજ્ઞાપૂર્વક ગણીપદ વિ. સ 2007 ના કારતક વદ 6 ના દિવસે સુરેન્દ્રનગર માં ગણીપદ અને તેજ વર્ષે વૈશાખ સુદ 3 ને દિવસે અમદાવાદ માં પન્યાસપદથી વિભૂષિત કરાયા. અદભુત તેમની ગુરુભક્તિ હતી શાશન સમ્રાટ શ્રી વૈયાવચ માં તેવો રાતદિવસ પણ જોતા નહીં ઘણા પૂજયો તેમને શાશન સમ્રાટશ્રીના જ શિષ્ય ગણતા હતા. વી.સ 2009 માં રાણકપૂર માં પ્રતિષ્ઠા મહોત્સવ હતો આથી આણદજી કલ્યાણજી ના શેઠશ્રી કસ્તુરભાઈ નો આગ્રહ શ્રી વિજય ઉદયસૂરી દાદા નો બહુજ હતો પણ તેમની ઉંમર ના લીધે નાદુરસ્ત તબિયત ના લીધે વિહાર કરવો અશક્ય હતો પણ તેમના વિનીત શિષ્ય પન્યાસ શ્રી મેરુપ્રભવિજય મ.સ સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધેલ અને દોઢમહીનામાં સમયની પરવા કર્યા વિના અનેક પ્રતિકુળતા સહનકરવા પૂર્વક મહોત્સવમાં પોતાના ગુરુજી ની ઉપસ્થિતિ કરાવેલ વિ.સ 2015 માં મુંબઈ ઘાટકોપર માં ઉપાધ્યાય પદ અને વિ સ 2019 માં વૈશાખ સુદ 6 ના દિવસે શાશ્વત તીર્થરાજ શેંત્રુજય માં આચાર્ય પદવી થયેલ આચાર્ય પદવી પછી મૂળવિધીથી ભાવનગર વડવા વિભાગ માં સુરીમંત્ર ની પંચ પ્રસ્થાન ની સળગ આરાધના કરેલ.
પૂજ્યશ્રીની નિશ્રા માં અનેક દેરાસર નૂતન જિનબિંબની પ્રતિષ્ઠા, ઉપદ્યાન,સામુદાયિક ચૈત્ર માસ ની ઓલીની આરાધન છરીપાલિત સંઘ સમુદાય અનેક મુમુક્ષુ ને દીક્ષા પદવી આપેલ .
પોતાનો વિશાલ શિષ્ય સમુદાય ને સદા સંયમ જીવન ના અભ્યાસ અને યોગક્ષેમ કરાવતા
પૂજ્ય શ્રી એકશુદ્ધ સુવિશાલ શાશનસમ્રાટ સમુદાયના ગચ્છાધિપતિ પદ રહીને સમુદાયનું સુકાન સંભારેલ અને સમુદાયનું સર્વ પ્રકારે યોગક્ષેમ કરી શાશન પ્રભાવના કરેલ
જેઠસુદ 12ના વિ. સ 2050 માં અમદાવાદ મુકામે નવકાર મંત્ર ના સ્મરણ કરતા સ્વર્ગવાસ પામેલ
શાશન પ્રભાવક યુગપુરુષ ના ચરણ માં ભાવભરેલી વંદના
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો