સોમવાર, 17 એપ્રિલ, 2023

અનુપમાદેવીનો ઉદેશ

*🌷ફક્ત ચોખાનો એક દાણો* 
➖➖➖➖➖➖➖➖
800 વર્ષ પહેલાંની વાત.
સ્થળ - આબુ દેલવાડા
કારીગરો દિલ દઈને કાર્ય કરી રહ્યા છે 
અનુપમાદેવી આવે છે. 
ને બધાં ઊભા થઈ જાય છે. 
આંખોમાં અહોભાવ છે. 
ચહેરા પર કૃતજ્ઞતા છે. હાથ જોડેલા છે. 
આદેશ કરો - એમ જાણે વગર બોલે ,
તેઓ બોલી રહ્યા છે. 
ને અનુપમાદેવીએ કહ્યું , 
" પ્રવેશદ્વાર પાસે મારું શિલ્પ કોતરવાનું છે."
શિલ્પીઓ તો રાજીના રેડ થઈ ગયા. 
" ને મારા હાથમાં પૂજાની છાબ હોવી જોઈએ."
શિલ્પીઓ એમની ધારામાં ઓર આગળ વધ્યા. 
" ને છાબડીમાં ફક્ત એક ચોખા નો દાણો હોવો જોઈએ. 
બીજું કાંઈ જ નહીં." 
" હે શેઠાણી બા , અમે એ છાબડીમાં સોનામહોરો , સિકકા , ફૂલો , પૂજાપો ન કંડારી દઈએ ? એક ચોખા નો દાણો જ કેમ ? " 
ને અનુપમાદેવીએ આંખમાં ઝળઝળિયા સાથે ગળગળા સાદે કહ્યું , 
" મારે જગતને એ સંદેશ આપવો છે. 
કે પરમાત્માની કૃપાથી મને જે મળ્યું છે. 
તેમાંથી એક ચોખા જેટલું જ અહીં વાપર્યું છે. 
ખર્ચના ભારોભાર ચાંદી અને સોનું આપ્યાની વાતથી લોકો અમને બહુ મોટા દાનેશ્વરી ન સમજી લે. 
એટલા માટે જ આ વાત છે." 
🤫🌻🤫
વાત આપણી છે. 
ક્યાં અનુપમા દેવીની ખજાનો લૂંટાવી દઈને પણ
એક ચોખાનો દાણો દેખાડવાની ભાવના !!!
ને ક્યાં આપણી એક દાણા જેવું આપીને
જોર શોરથી ઢોલ પીટવાની વૃત્તિ ?
વિચારો ??
કે આપણે દીકરાને કેટલું આપ્યું ?
એની જાહેરાત આપણે કદી કરી છે ? 
દીકરીને કેટલું આપીને વળાવી
એની તકતી આપણે ક્યાંય લગાડાવી છે ખરી ? 
ફોરેન ટુર કેટલામાં પડી
એનું આપણે બેનર કરાવ્યું છે ખરું ? 
નવા ઘરને ફાઈનલ આંકડો ક્યાં પહોંચ્યો ??
એનું ક્યાંય બોર્ડ જડે ખરું ? 
જો ના ,
તો જિનશાસન માટે આપેલા નજીવા યોગદાન નો 
આટલો બધો ઘોંઘાટ શા માટે ? 
એક સવાલ આપણે પોતાને પૂછીએ ???
કે આપણી પાસે જે છે એના કેટલા ટકા
આપણે વાપરતા હોઈએ છીએ ? 
જે છે એ જિન શાસનનું છે
એના પાંચ પૈસા પણ વાપરતા નથી. જૈન સમાજ ને આપતા નથી ?
ને જાહેરાતમાં કોઈ કસર છોડતા નથી. 
મોટા બેનર. તકતી. પડદા. વિગેરે
તો ખરેખર આપણે ક્યાં છીએ એ વિચારીએ. 
જિનશાસન ના આજના મહત્તમ પ્રશ્નનો ઉકેલ છે - અનુપમાદેવી

આપણે સહુ અનુપમા દેવી બનીએ !!
➖➖➖➖➖➖➖➖➖➖➖
*એક બીજી લોકવાયકા આ મુજબની છે કે અનુપમાદેવીનો આ ઉદેશ પણ હોઈ શકે કે દેરાસરે ખાલી હાથે ન જવું છેવટે એક ચોખાનો દાણો લઈ ને પણ જવું.....*

*જે પણ ઉદ્દેશ હોય પણ બંને ઉદ્દેશ મહત્વના અને પ્રશંસનીય છે.....🙏*
➖➖➖➖➖➖➖➖➖➖➖
Jainam Jayati Shasanam
WhatsApp-8898336677

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top