બુધવાર, 19 એપ્રિલ, 2023

Sateunjay Vandanavali

*શ્રી શત્રુંજય વંદનાવલી*

*તીર્થો જગતમાં કૈંક છે,તીર્થોતણો તોટો નથી,*
*શાશ્વતગિરિ શ્રી સિદ્ધિગિરિ છે, ચાંય જસ જોટો નથી; ક્રોડો મુનિ મોક્ષે ગયા, લઈ શરણ આ ગિરિરાજનું,*
*એવા શ્રી શત્રુંજય આદિ જિનના* *ચરણમાં પ્રેમે નમું...૧* 

*શ્રી સિદ્ધિગિરિ શાશ્વતગિરિ, વળી પુંડરિકગિરિ નામ છે, પુષ્પદંતગિરિને વિમલગિરિ વળી, સુરગિરિ જસ નામ છે ; ગિરિરાજ શત્રુંજય સહિત જસ, એકશત અષ્ટ નામ છે. એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....૨*

*સૌરાષ્ટ્રમાં ગિરિરાજ છે, ગિરિરાજ પર જિનરાજ છે, પાપી અધમ છું તોયે મુજને, તરી જવાની આશ છે;*
*મેં સાંભળ્યું છે તીર્થ આ,* *ભવજલધિમાંહી જહાજ છે. એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું.... ૩*

*ત્રણ ભુવનના શણગાર એવા, વિમલ ગિરિવર ઉપરે,*
*ત્રણ જગતના તારક બિરાજે, આદિ જિનવર મંદિરે;*
*અદ્ ભુત જયોતિ ઝળહળે, જે જો ઈ દેવો પણ ઠરે*
*એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમુ... ૪*

*શ્રી વિમલગિરિ તીર્થેશ, આદિનાથનું ધરે ધ્યાન જે,*
*પટ્ મહિના લાગલગાટ પામે, દિવ્ય તેજ પ્રકાશ તે; ચકેશ્વરી તસ ઇષ્ટ પૂરે, કષ્ટ નષ્ટ કરે સદા,.*
*એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....૫* 

*ભક્તો તણી ભીડમાં પ્રભુ, મુજને ન તું ભૂલી જતો,*
*દૂર દૂરથી તુજને નીરખવા, આશા લઈ હું આવતો ; ક્ષણવાર પણ તુજ મુખના, દર્શન થતાં હું નાચતો, . એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....૬*

*હે નાથ તારું મુખડું જોવા, નયણ મારા ઉલ્લસે ,*
*હે નાથ તારા વયણ સુણવા, શ્રવણ મારા ઉસે ;* 
*હે નાથ તુજને ભેટવા મુજ, અંગ અંગ સમુલ્લશે.*
*એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....૭*

*કલિકાળમાં અદ્ભુત જો ઈ, દિવ્ય તુજ પ્રભાવને, ભગવાન માંગુ એટલું, ભવો ભવ મળો ભક્તિ મને ;*
*તુજ ભક્તિથી મુક્તિ કિરણની, જયોત જાગો અંતરે. એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....૮*

*જે ગિરિ તણાં કણ કણ થકી, સાધુ અનંતા શિવવર્યા, જેના સ્મરણથી પાપીઓએ, સર્વ નિજ પાપો હર્યા;* *જેના સમું તારક તીરથ, ત્રણ ભુવનમાં બીજુ નહીં.*
*એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....૯* 

*જેને નમે દેવેન્દ્રગણ, બહુ ભાવથી ને લળી લળી,*
*સેવા મળો ભવોભવ પ્રભુ, એ મ માંગતા જે વળી વળી; જસ ભક્તિ આગળ સ્વર્ગલક્ષ્મી, તુણ સમી ગણતાં વળી.*
*એવા શ્રી શત્રુંજય આદિ જિનના ચરણમાં પ્રેમે નમું....10*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top