બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Aadrkumar Varta

ભવ આલોચના ભાગ - ૨૩

આલોચના વિના કરમાયેલા ફૂલો વાર્તા નં - ૧૪  

આદ્રકુમાર નું દ્રષ્ટાંત ભાગ - ૧ 

આદ્ર કુમારને
અભયકુમારે મિત્રતાના કારણે આદ્ર કુમારને તીર્થંકર ભગવાનની મૂર્તિ મોકલી હતી

પૂર્વભવમાં આર્દ્રકુમાર સોમાદિત્ય નામે બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નામ બંઘુમતી  હતું. એક વાર વૈરાગ્યભવમાં આવીને તેણે પોતાની પત્નીની સાથે તેણે આચાર્યદેવ સુસ્થિત સૂરિશ્વરજી મ.સા. પાસે દિક્ષા લીધી. ત્યાર બાદ  પોતાની ભૂતપૂર્વ પત્ની સાધ્વીજીને ગોચરી લેવા જતાં જોઈ કામક્રીડાનું સ્મરણ થઈ ગયું. ખરેખર ! કેવી ભયંકર  છે વાસના ! સાધુપણું સ્વીકાર્યા પછી પણ તે વાસના ભડકવા લાગી. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા , તેમ તેમ   સ્નેહ વધવા લાગ્યો.

 બંધુમતી સાધ્વીજીને આ વાતની ખબર પડી કે, મુનિરાજશ્રી મારા નિમિત્તે રોજ પાપ બાંધી રહ્યા છે, છે તેથી અનશન  કરી જીવનનો અંત લાવી દઉં, જેથી મારા નિમિતે એમને તો પાય ન બંધાય , " એમ ભાવદયા ચિંતવી પોતાની ગુરુણીની અનુમતિ લઈ અનશની કરી શુભ ભાવમાં કાળ કરી તે સાધવીજી દેવલોકમાં  ગયા. જયારે સોમાદિત્ય મુનિને ઘણું જ દુ:ખ  લાગ્યું. અરર ! સાધ્વીજીની કેટલી હિંમત અને કેવું બલિદાન ! મારા સંયમ  જીવનની રક્ષા માટે પોતાના દેહનું બલિદાન ! અને હું કેવો હેઠ ભાવથી વ્રતભંગ કર્યો! અને એક સાધ્વીજીના કાળધર્મ(મૃત્યુ) નો નિમિત્ત બન્યો !  મારા જેવા પાપીને જીવવાનો ય શું અધિકાર છે ? એ પાપોને નાશ કરવા અનશન  સ્વીકારી લઉં. આ રીતે વિચાર કરીને અનશન કર્યું. અને મરીને દેવલોકમાં ગયા. પરંતુ મોહનીય કર્મના ઉદયથી આલોચના-પ્રાયશ્ચિત લીધું નહોતું. તેથી દેવલોકમાં આયુષ્ય પૂર્ણ કરીને તેને અનાર્ય દેશમાં જન્મ લેવા પડ્યો, જ્યાં ધર્મનો અક્ષર પણ સાંભળવા ના મળે.

શ્રેણિક રાજા અને આર્દ્રકુમારના પિતાને મૈત્રી  સંબંધો હતો. એ સંબંધોને કારણે કિંમતી ઉપહારોની  લેવડદેવડ થતી રહેતી. અભયકુમાર ની સાથે મિત્રતાનો સંબંધ બાંધવા આર્દ્રકુમારે ભેટ  મોકલી. ભવ્ય જીવ છે એમ સમજી ધર્મમાં જોડાવા માટે અભયકુમારે આદીશ્વર ભગવાનની પ્રતિમા, એક પેટીમાં પધારાવીને ભેટ તરીકે અનાર્યદેશમાં  મોકલી. અને સંદેશમાં કહેવડાવ્યું કે

એકાન્તમાં ખોલશો. 

અભયકુમારે આપેલી ભેટ આર્દ્રકુમારના જીવનમાં શું નવા રંગ લાવશે, તે જાણવા માટે આગળના ભાગમાં બતાવીશું                               


ભવ આલોચના ભાગ - ૨૩ 

આદ્રકુમારને
અનાર્ય દેશમાંથી આદ્રકુમાર દીક્ષા માટે ભાગીને સ્થળમાર્ગ અને જળમાર્ગથી આર્યદેશમાં આવ્યા 


આલોચના વિના કરમાયેલા ફૂલો વાર્તા નં - ૧૪

આર્દ્રકુમાર નું દ્રષ્ટાંત ભાગ - ૨ 

રત્નમયી પ્રભુ પ્રતિમાના દર્શન કરવાથી પૂર્વભવમાં વિરાધિત કરેલાં સાધુજીવનનું સ્મરણ થવાથી તેને વૈરાગ્યભાવ  આવ્યો.

આર્દ્રકુમાર દીક્ષા  લેવાનો સંકલ્પ કર્યો. માતા પિતા પાસે આર્ય દેશમાં જવાની આજ્ઞા માંગી. મોહવશ માતા પિતાએ કડકાઈથી સાફ ઈન્કાર કર્યો. તે ભાગી ન જાય તે માટે રાજાએ પાંચસો સુભટોની ગોઠવણ કરી દીધી. આર્દ્રકુમાર કે આ પરિસ્થિતિને કેદ તરીકે ગણવા લાગ્યો. તેણે ધીરે ધીરે વર્તન - વાણીની મિઠાસથી પ૦૦ સુભટોનો વિશ્વાસ કેળવી લીધો. અવસર જોઈ એક દિવસ તે ઘોડા પર બેસીને અનાર્ય દેશમાંથી રવાના થઈ ગયો. સમુદ્રમાં જહાજ માં બેસી, આર્ય દેશમાં આવીને દીક્ષા  લઈ લીધી. જો કે તે વખતે દેવવાણી  થઈ કે, ‘અરે આર્દ્ર કુમાર ! તારા ભોગાવલી કર્મ બાકી છે’, પણ ભાવોલ્લાસથી તેણે દેવ વાણી સાંભળી ન સાંભળી  કરી દીધી.

ચારિત્ર લઈને મુનિ ગામે ગામ વિચારવા લાગ્યા. એક વખત  આર્દ્ર મુનિ વસંતપુર નગર માં આવ્યા અને ઉદ્યાનમાં કાઉસ્સગમાં રહ્યા. ત્યાં બાલિકાઓ રમવા આવી. રમત રમતમાં, બાલિકા ત્યાં ઉદ્યાનમાં થાંભલા પકડીને કહેતી, ‘આ મારો પતિ છે.” શ્રીમતી નામની બાલિકાએ ( જે પૂર્વભવમાં પત્ની હતી) અજાણતાં સ્તંભની જેમ સ્થિર રહેલ આર્દ્ર મુનિને અડીને કહ્યું, “ આ મારો પતિ છે''. પછી તરત ખબર પડી કે આ તો મુનિ છે. પૂર્વભવના સંસ્કારના કારણે ઘોષણા કરી કે, ‘જો હું લગ્ન કરીશ, તો આ મુનિ સાથે જ કરીશ.

શું દિક્ષા લીધેલા આર્દ્ર  મુની દિક્ષા ત્યાગી લગ્ન કરશે ? તે જાણવા માટે આગળના ભાગમાં 

જો જે કરમાયના પ્રસ્તુતિના અંશ 

લેખક : પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મ.સા. 



ભવ આલોચના ભાગ - ૨૩💐                             


💐આલોચના વિના કરમાયેલા ફૂલો વાર્તા નં - ૧૪ 💐                                 


💐 આદ્રકુમાર નું દ્રષ્ટાંત ભાગ - ૩ 💐


"અન્યથા કુંવારી રહીશ." દેવોએ ૧૨.૫ લાખ સોનૈયાની💰 વૃષ્ટિ કરી. પુત્રી શ્રીમતી અને તે ધન લઈ તેના પિતા પોતાના ગામમાં ગયા, મુનિ અન્યત્ર વિહાર કરી ગયા.


 ક્રમશ: કન્યા 👵 મોટી થઈ, ત્યારે તેના પિતા વર શોધવા લાગ્યા. ત્યારે તેણી એ પોતાનો દઢ નિશ્ચય બતાવ્યો કે મુનિ સિવાય કોઈની સાથે તે લગ્ન 😒 નહીં કરે. તેથી ગામમાં આવતાં મુનિઓને ગોચરી વહોરાવવા પિતાએ તેણીને કહ્યું. ૧૨ વર્ષ પછી તે જ મુનિ આવ્યા. પદચિહ્નથી👣 મુનિને તેણીએ ઓળખી લીધા. શ્રીમતીએ તેના પગ પકડી લીધા. શ્રેષ્ઠી અને રાજાએ તેના પર ઘણું દબાણ કર્યું. દેવવાણી ને યાદ 🤔 કરીને તેણીની સાથે લગ્ન કરવા આદ્ર મુનિએ સ્વીકૃતિ આપી. લગ્ન થયા. પણ તેનું દિલ ઉદાસ 😞 રહેતું હતું. ચારિત્રને ઝંખતું હતું. તેને પુત્ર થયો. ગૃહસ્થ પણા ના ૧૨ વર્ષ પછી એક દિવસ પ્રબળ પુરુષાર્થ કરી તેણે દીક્ષા લેવાનો સંકલ્પ દ્રઢતા પૂર્વક તેણીને જણાવ્યો. શ્રીમતી ઉદાસ બનીને રેંટિયો કાંતવા લાગી. 


છોકરો રમીને ઘરે આવ્યો અને પૂછ્યું કે, “માં તું રેટિયો કેમ કાંતે છે?'' માતા શ્રીમતીએ કહ્યું કે, ''તારા પિતાશ્રી દીક્ષા 😷 લેવાના છે.'' બાળકે સુતરના ધાગાથી પિતાશ્રીના બે પગને ૧ર આંટા મારી દીધા અને તોતડી ભાષામાં કહ્યું કે, ‘હવે કેવી રીતે દીક્ષા લેવા જશો? મેં તો તમને બાંધી દીધા છે.'' આદ્રમુનિનું હદય બાળવચનથી પીગળી ગયું. તેમણે આંટા ગણ્યા, તો બાર થયા. તેથી બીજા ૧૨ વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા.


 પુત્ર થવાથી ફરીથી ચારિત્ર લઈને આદ્રકુમાર મુનિ બન્યા. બીજી બાજુ ૫૦૦ સુભટો જે આદ્રકુમારને ગોતવા -આર્યદેશમાં આવ્યા હતા, તે રાજાના ભયથી પાછા અનાર્ય દેશમાં ન ગયા. અહીં જ ચોરી🧐 વગેરે કરવા લાગ્યા. એક દિવસ તેઑ આદ્રમુનિને  વિહારમાં ભેગા થયા. મુનિએ તેમને ઉપદેશ આપી દીક્ષા આપી. ત્યાર બાદ મગઘદેશમાં પ૦૦ મુનિઓ સાથે પધાર્યા. ઉત્કૃષ્ટ સાધના કરી આદ્રમુનિ મોક્ષમાં ગયા. 


આલોચના ન લીધી, તેથી અનાર્ય દેશમાં જન્મ અને દીક્ષા લીધા પછી ૨૪ વર્ષ ગૃહસ્થવાસમાં રહેવું પડ્યું. માટે આપણે શુદ્ધ આલોચના લઈ લેવી જોઇએ.


💐જો જે કરમાયના પ્રસ્તુતિના અંશ 💐                                                          


💐લેખક : પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.💐  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top