મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2020

Ukulele Pani Sa Mate Pivanu 🎋ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?

🎋ઉકાળેલું પાણી શા માટે પીવાનું ? 

〰〰〰〰〰〰〰〰

💫કાચાં પાણી ને ઉકાળવાથી તેમાં રહેલાં જીવો બળી ને મરી જાય છે તો ઉકાળેલું પાણી શા માટે પીવાનું ?

💧💧💧💧💧💧💧💧💧
જવાબ 
➖➖➖
👉વિજ્ઞાનનો અભ્યાસ કહે છે કે પાણીના એક ટીપામાં 36450 હાલતા ચાલતા જીવો છે.

👉આને જૈન ધર્મની પરિભાષામાં ત્રસ જીવો કહેવામાં આવે છે.

👉આ ત્રસ જીવો બહારથી આવ્યા છે.આ ઉપરાંત પણ અનેક જીવો જે અતિ સુક્ષ્મ છે.આપણે કલ્પના પણ ના કરી શકીએ અબજોના અબજોની સંખ્યામાં અસંખ્યાતા જીવો એક પાણીના ટીપામાં રહેલા છે.જે વીતરાગ પરમાત્માનું સાશન જીવ વિચારમાં જણાવે છે કે પાણીને 3 ઉકાળા પૂર્વક ગરમ કરવાથી જીવ રહિત બને છે.

👉કાચા પાણીમાં અસંખ્યતા જીવોના જન્મ મરણની સાયકલ ચાલ્યા જ કરે છે.

👉પાણીને ઉકાળવાથી આ સાયકલ અટકી જાય છે.

👉ચોમાસામાં આ સમય 9 કલાક (3 પ્રહર) શિયાળામાં 12 કલાક અને ઉનાળામાં 15 કલાક જટલો હોય છે.ત્યાર બાદ ઉકાળેલું પાણી પણ ફરીથી સચિત થઇ જાય છે.જીવોની જન્મ મરણની ઘટમાળ ચાલુ થઇ જાય છે.

👉આમ ઉકાળેલું પાણી પીવાથી અસંખ્યતા જીવોને અભયદાન આપવાનું શક્ય બને છે.

👉ઉકાળેલું પાણી તદ્દન જીવરહિત હોય છે.તેથી કાચું પાણી મોઢામાં અને ઉકાળેલું પાણી ત્રણ નવકાર ગણીને બેસીને વાપરવામાં જે મનના પરિણામો છે તેમાં જબરદસ્ત ફરક અનુભવાય છે.


👉જૈન માત્ર જયણાનું પાલન કરવામાં કદી પાછો ન પડે.જીવ માત્રની જયણા તો જૈન ધર્મ માટે "મા" સમાન છે.

👉હા એક વાત જરૂર છે કે પાણીને ઉકાળવાથી તેમાં રહેલા જીવો બળીને મરી જાય છે, પણ સંખ્યાની સરખામણી કરો તો સમજાશે કે પાણીને ઉકાળવાથી જેટલા જીવો મરે છે તેના કરતા અસંખ્યાતગણા વધારે જીવોની જન્મ મરણની સાયકલ ચાલવાની હતી તે અટકતા તે બધાને અભયદાન મળે છે.

👉જે જીવો મરે છે, તેમની પણ આલોચના આપણે પ્રતિક્રમણ કરતા કાઉસગ્ગ ધ્વારા લેવાની છે.

👉આમ અસંખ્ય જીવોને અભયદાન પ્રદાન કરનાર પરમાત્માનું શાસન ખરેખર ખુબ જ ઉપકારી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top