અમારા ગુરુદેવ પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરીશ્ર્વરજી મહારાજના એક ભક્ત શ્રાવક હતા.
નામ અમીલાલ વાધર. શ્રીમંત હતા. ચશ્માની દુકાનો હતી.
ધર્મ શ્રદ્ધા સારી હતી. વરસોથી હંમેશા એક જ પ્રકારનો ડ્રેસ જોયેલો. સફેદ ટોપી, સફેદ કફની, સફેદ ધોતીયું. બધું જ ઉજળું ને વ્યવસ્થિત ઇસ્ત્રી કરેલું. છેલ્લે લગભગ ૭૫ વરસના થયેલા ત્યારે મળવાનું થયેલું.
ત્યારે મેં મજાકથી જ પૂછ્યું. અમીભાઇ ! તમારા કપડા ધોનારો નોકર વરસોથી એક જ લાગે છે. એક જ ઢબે ધોવાના-ઇસ્ત્રી કરવાના !
ત્યારે એમણે કહ્યું. સાચી વાત. વરસોથી એક જ જણ મારા આ પહેરવાના કપડા ધુએ છે.
મારી મજાક સાચી નીકળી મેં પૂછ્યૂં-તો એની પણ ઉંમર તો થઇ હશે.
એમણે કહ્યું-હા ! ૭૫ વરસની. પછી ખુલાસો કર્યો. મારી ઉંમર ૭૫ વરસની છે ને હું જ મારા કપડા ધોઉં છું. ઇસ્ત્રી કરું છું. મેં નવાઇથી પૂછ્યું- તો નોકરો ?
એમણે કહ્યું-છે ને ! ઘણા છે. પણ મારી મમ્મીએ મને બાળપણથી ટેવ પાડી છે. નહાતી વખતે જ ગઇકાલના કપડા જાતે જ ધોવાના. ગમે તેટલા મોટા માણસ થાવ. આટલો તો પરિશ્રમ કરવો જ. આટલા તો સ્વાવલંબી જ રહેવું. નોકરોને પરાધીન થઇ જવું નહીં. ત્યારથી હું મારા રોજના બધા વસ્ત્રો આજ સુધી જાતે જ ધોઉં છું ને ાજતે જ ઇસ્ત્રી કરું છું. સારી વાત છે.
જાત પરિશ્રમનો મહિમા સગવડના જમાનામાં ઘટી રહ્યો છે, તે ઘણા રોગોનું કારણ બને છે. આરોગ્ય માટે પણ આ રીતનું સ્વાવલંબન જરુરી છે. નોકરોના પરિશ્રમનું મૂલ્ય પણ સમજાય છે. પોતે ધોયેલા વસ્ત્રો પહેરવાનું ગૌરવ કોક અલગ હોય છે. સ્વાવલંબન જરુરી છે.
ધન્યકુમાર ચરિત્ર 18:- ભાવધર્મ તો અહિંસા-કરુણા-અભયદાનથી જ સાર્થક થાય છે. કરુણાભાવથી વ્યવહાર કરવાનો નથી. અજીવ એટલે પુદ્ગલ, અજીવ એટલે સાધન સામગ્રી. એ તોડવી-ફોડવી-કચડવી-લાત લગાવવી વગેરે કઠોરતાના પોષક છે. કઠોરતા ને અભયદાન સાથે રહી શકે નહીં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો