આદર્શ પ્રસંગો સંયમ સંકલ્પથી પ્લેગ રોગ નાશ
મુંબઈમાં ધારશીભાઈ રહેતા. એકવાર પ્લેગ
(મરકી) નો રોગ મુંબઈમાં ફાટી નીકળ્યો. આ ધારશીભાઈના માતા-પિતા તથા બહેનને પણ
પ્લેગની ગાંઠ થઈ. થોડા વખતમાં ત્રણે મૃત્યુ પામ્યા. બધાં લોકોની જેમ ધારશીભાઈ ખૂબ
ટેન્શનમાં હતાં. હવે મારુ મોત નક્કી છે. શું કરું ? ગાંઠ તો તેમને પણ થઈ હતી.
એ અરસામાં એમના
પુણ્યોદયે એક કલ્યાણમિત્રે તેમને કહ્યું, “ધારશી ! જ્ઞાનીઓ માનવભવમાં શ્રેષ્ઠ વસ્તુ તરીકે સંયમને કહે છે. તારું મૃત્યુ
તને નજીક લાગે છે. પરંતુ સંયમનો અદ્ભૂત પ્રભાવ હોવાથી સંયમના સંકલ્પનો પણ મહાન
પ્રભાવ છે. તેથી તું સંકલ્પ કર કે ગાંઠ મટે તો ચારિત્ર લેવું !” હળુકર્મી ધારશીભાઈને આ વાત સાચી લાગી. ખરેખર
તેમણે સંકલ્પ કર્યો ! માત્ર બે દિવસમાં ગાંઠ ઓગળી ગઈ !!! પછી તો પ્લેગ સંપૂર્ણ મટી
ગયો !! જેમ શાસ્ત્રોમાં આનાથી મુનિનો અસાધ્ય રોગ સંયમ-સંકલ્પથી મટી ગયો એમ આમણે
કલિકાળમાં પણ સંયમનો સાક્ષાત્ પ્રભાવ જોયો !!
પછી તો ચારિત્ર લીધું. નામ ચારિત્રવિજય પડ્યું.
તમે પણ ચારિત્રનો અભિગ્રહલો અથવા સંકલ્પ
કરો અથવા ભાવના ભાવો. છેવટે યથાશક્તિ શ્રાવકના આચારો પાળતા હું ઊંચું શ્રાવકપણું
પાળું એવી ભાવના કરો. એના પણ ઘણાં સુંદર ફળ છે.
પંન્યાસ ભદ્રેશ્વરવિજયજી
ગણિ. લિખિત જૈન આદર્શ પ્રસંગો પુસ્તક માંથી સાભાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો