Girnar Tirth Mahtmay શ્રી ગિરનાર તીર્થ મહાત્મ્ય
જેમ તીર્થાધિરાજ શત્રુંજય મહાતીર્થના મહિમાનું સંપૂર્ણ વર્ણન કરવું અશક્ય છે, તેમ શત્રુંજયમહાતીર્થના
પાંચમા શિખર એવા ગિરનાર મહાતીર્થના મહિમાનું વર્ણન
કરવું પણ અશક્ય જ છે. પૂર્વના મહાપુરુષોએ આ
ગિરનાર મહાતીર્થનો મહિમા ઘણા ગ્રંથોમાં જુદી – જુદી રીતે દર્શાવ્યો છે. તેનો કૈક અંશ અહીં બતાવવા પ્રયત્ન કરીએ છીએ.
• જ્યાં
ગત ચોવીસીના દસ તીર્થંકરપરમાત્માના મોક્ષકલ્યાણક
થયા છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જ્યાં
વર્તમાન ચોવીસીના બાવીસમાં શ્રી નેમિનાથ
પરમાત્માના ત્રણ કલ્યાણક થયા છે એવું
મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જ્યાં
આવતી ચોવીસીના ચોવીસે તીર્થંકરભગવંતોના મોક્ષ
કલ્યાણક થવાના છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
• જ્યાં
વર્તમાન વિશ્વની સૌથી પ્રાચીન શ્રી નેમિનાથપરમાત્માની
પ્રતિમા બિરાજમાન છે એવું મહાતીર્થ
એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જ્યાં
અનંતા તીર્થંકર પરમાત્માના દીક્ષા, કેવલજ્ઞાન
અને મોક્ષ કલ્યાણક થયા છે અને થવાના
છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ. • જે
તીર્થના પ્રભાવે કૃષ્ણમહારાજાએ તીર્થંકરનામકર્મ
બાંધ્યું હતું એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
શત્રુંજયની સમાન શાશ્વતુ અને શત્રુંજયનું પાંચમું
સુવર્ણમય શિખર છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
• સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોકના સર્વ સુર, અસુર
અને રાજાઓ જેના આકારને પુજે છે એવું મહાતીર્થ
એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
ગિરિના સ્પર્શથી આ ભવમાં કે પરભવમાં દારિદ્રય
આવતું નથી એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે
તીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો પણ આઠ ભવમાં
મોક્ષપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થની માટીને ગુરુગમયોગથી તેલ અને ઘી સાથે
ભેળવીને અગ્નિમાં તપાવવાથી સુવર્ણ બંને
છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થ ઉપર વસતા જળચર, સ્થળચર
અને ખેચર જીવો પણ ત્રણભવમાં મુક્તિપદને પામે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થ ઉપર ન્યાયોપર્જિત ધનથી સુપાત્રદાન દ્વારા
ભવોભવ સર્વ સંપત્તિ પ્રાપ્ત થાય છે એવું
મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થનું ઘરે બેસીને પણ નિત્ય ધ્યાન ધરવાથી
ચોથાભવે મોક્ષપદ મળે છે એવું મહાતીર્થ એટલે
શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળ વડે જિનાર્ચન
કરવાથી સર્વ યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે
એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થ પર રહેલા ગજપદકુંડનાં જળના પાનથી સર્વ
બાહ્ય અને અભ્યંતર રોગો નાશ પામે છે
એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થના અધિષ્ઠાયિકા અંબિકાદેવી (અનેક મહાપુરુષોને
સહાય કરનારા) આજે પણ હાજરાહજૂર છે
એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• દર
મહિનાની અમાસના દિવસે અંબિકાદેવી જે તીર્થની
સાતે શિખરની પ્રદક્ષિણા આપે છે એવું સાંભળવામાં
આવે છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર
મહાતીર્થ.
• જે
પાવન તીર્થ ઉપર ચૌદ ભવ્ય જિનાલયો બિરાજમાન
છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થની પાવન ભૂમિમાં નેમીપ્રભુના દીક્ષા – કેવળજ્ઞાન
કલ્યાણકભૂમિ સહસાવનનો તીર્થોધ્ધાર કરાવનાર
આયંબિલનાં તપસ્વી
પ.પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું અંતિમસંસ્કાર સ્થાન છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થની સેવાથી પાપી જીવો પણ શિવપદને પામે
છે એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• અનેક
દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઇષ્ટ સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી જે તીર્થમાં નિવાસ કરે છે એવું
મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થની સેવાથી મહાપાપી, મહાદુષ્ટ
અને કુષ્ટાદિ રોગવાળા જીવો પણ સર્વસુખના ભાજન થાય એવું મહાતીર્થ એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થમાં સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વ ઈચ્છિતફળને
આપનારી રસકૂપિકાઓ રહેલી છે એવું મહાતીર્થ
એટલે શ્રી ગિરનાર મહાતીર્થ.
• જે
તીર્થની ગુફામાં ભૂત – ભાવી
અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર
પ્રતિમાઓ બિરાજમાન છે એવું મહાતીર્થ એટલે શ્રી
ગિરનાર મહાતીર્થ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો