અતિમુક્તકના વૈરાગ્યને
ભગવાને પોતે ટેકો આપ્યો છે.;
એ બાળસાધુ બહાર જઈ પાણીના ખાબોચિયામાં
કાચલી,
નાવડી બનાવી તરાવતા હતા.
કાચા પાણીની વિરાધનાની એમને ખબર ન હતી.
સ્થવિર સાધુઓને થયું કે આ કેટલો અજ્ઞાન
છે. એને એ પાપ કહેવાય એ પણ ખબર નથી.
ભગવાને પોતે દીક્ષા આપી હતી. સ્થવિરોને ભગવાને કહ્યું કે “આવું ન વિચારો, એની આશાતના ન કરો ! હમણાં થોડા વખતમાં જ જાણશો કે એ કોણ છે
!!
અતિમુક્તકમાં કોઈ જ્ઞાન નહોતું. એક જ
ભાવના હતી કે ભગવાન કહે છે કે પાપ ન થાય માટે પાપ ન કરવું.
પાપ કોને કહેવાય એ પણ હજી સમજતો નથી.
અતિમુક્તક આવ્યો એટલે ભગવાને એને કહ્યું કે “અતિમુક્તક, તે પાપ કર્યું.”
અતિમુક્તક તરત ચોંક્યો. ભગવાન પાપ કહે છે
માટે પાપ થયું એ નક્કી એમ માની પ્રાયશ્ચિત માંગે છે. ભગવાન ઇરિયાવહી પડિક્કમવાનું
કહે છે.
અતિમુક્તક વિચારે છે કે ‘ભગવાન કહે છે કે ઇરિયાવહીથી પાપ ધોવાય માટે એવી
ઇરિયાવહી કરું, એવી ઇરિયાવહી કરું કે પાપ
ધોવાઈ જાય. હજી એ ઇરિયાવહીમાં કે એગિન્દિયા બેઇન્દિયામાં કાંઈ સમજતો નથી.
ભગવાનના વચન પર શ્રદ્ધા
છે. વૈરાગ્યની જડ ત્યાં છે.
ઇરિયાવહી પડિક્કમતાં એ અતિમુક્તકને કેવળજ્ઞાન
થયું.
એ આવ્યો એવું ભગવાને
કહ્યું હોત કે-‘તારામાં જ્ઞાન નથી માટે
પહેલા ગણધર જેટલું જ્ઞાન મેળવીને આવ !' તો એની હાલત શું થાય ?
ગણધર ભગવંતો પહેલા મિથ્યાદ્રષ્ટિ હતા.
ભગવાન પાસે આવી ત્રિપદી પામી અંતર્મુહૂર્તમાં આખી દ્વાદ્શંગી રચે, એટલું જ્ઞાન બીજા લાવે ક્યાંથી ?
વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન
કરો :
છોકરાંને નિશાળે ભણ્યા પહેલાં મોકલાય કે ભણ્યા
પછી ?
બાપા કહે કે નિશાળે જઈશ તો ગાદીતકિયે બેસવા
મળશે, ત્યારે દીકરો ભણવા તૈયાર
થાય.
તમને નાનપણથી માબાપે નિશાળે મોકલ્યા તો તમે
આવા બન્યા.
નાનપણમાં માબાપે પાળીપોષી મોટા કર્યા તો આજે
પાઘડી દુપટ્ટો પહેરીને ફરનારા શેઠીઆ બન્યા.
એ જ રીતે શરૂઆતના વિરાગીને પોષાય, એને ઉત્તેજન અપાય તો જ એ આગળ વધે ને ?
ધર્મી તરીકે વૈરાગ્યને
પોષવાની તમારી ફરજ છે.
વૈરાગ્યની ટીકા-ટિપ્પણ ન
કરો.
કોઈ વૈરાગ્ય પામેલો પડે તો ગભરાવું નહિ. બને
તો સ્થિર કરવો.
જગતમાં જેટલી નિસરણી છે
તે ચડવા માટે બની છે. પણ ભાગ્યે જ કોઈ એવી નિસરણી હશે કે જેના પરથી કોઈ પડ્યું ન
હોય.
છતાં હવે નિસરણી કરવી જ નહિ, કારણ કે લોકો પડી જાય છે એવો કાયદો કર્યો ?
ના, કારણ....
પડ્યા ખરા પણ ચડનારા કેટલા ?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો