બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Ḍhaḍhaṇa Kumar ઢંઢણ કુમાર સાથે ખેડૂતો

 ભવ આલોચના ભાગ - ૨૧                      

ઢંઢણ
ઢંઢણ કુમાર સાથે ખેડૂતો


આલોચના વિના કરમાયેલા ફૂલો વાર્તા નં - ૧૩  

 ઢંઢણ કુમાર અને અંતરાય 

ઢઢણ કુમારનો જીવ પૂર્વભવમાં  ખેડૂતોનો નિરીક્ષક હતો. જયારે ખેડૂતો કામ કરી  થાક્યા પાક્યા જમવા માટે આવતા કે તે બધાને કહેતો  મારા ખેતરમાં એક ચક્કર લગાવી આવો. એવી રીતે એકેક ફેરો બધાય કરે ને  એમાં એનું ખેતર પુરૂ વ્યવસ્થિત રીતે ખેડાઇ જાય. આ એની ગણતરી હતી. આ મફતમાં કામ કરાવી ભોજનમાં અંતરાય કરવાની આલોચના એણે ન લીધી બીજા ભવે – ઢંઢણ કુમાર નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈ ઢંઢણમુનિ બન્યા અને અભિગ્રહ કર્યો કે મારી પોતાની લબ્ધિથી જો આહાર મળે, તો પારણું કરવું, નહિ તો નહિ. અહીં પૂર્વભવમાં બીજાને ભોજનમાં કરેલ અંતરાય કારણે બંધાયેલું અંતરાય કર્મ ઉદયમાં આવ્યું. 

શાસ્ત્રકારોએ કહ્યું છે કે બંધ સમયે ચિત્ત ચેતીએ રે ઉદયે શો સંતાપ’ રે જીવ ! કર્મ બાંધતી વખતે ચેતવું જોઈએ... ઉદય વખતે રડવાથી કે રાડો પાડવાથી શું ફાયદો...? હસતાં તે બાંધ્યા કર્મ, રોતા તે નવી છૂટે રે... છ-છ મહિના સુધી તેઓ ફર્યા, પણ એમને પોતાની લબ્ધિથી ગોચરી ન મળી. 

એક દિવસ કૃષ્ણજીએ ઢંઢણ મુનિને વંદન કર્યું, તે જોઈ એક પુણ્યશાળી ગોચરી વહોરાવી. ગોચરી વહોરવા બાદ મુનિ શ્રી નેમિનાથ ભગવાનની પાસે ગયા. નેમિનાથ ભગવાને ઢંઢણ મુનિને અને કહ્યું, ‘અરે ઢંઢણ ! આ તો કૃષ્ણ મહારાજા તમને વાંદતા હતા. તેથી ભાવિત થઇ તેણે તમને ગોચરી વહોરાવી છે.'' આ રીતે શ્રીકૃષ્ણના પ્રભાવ (લબ્ધિ)થી તમને ગોચરી વહોરાવેલી છે, તમારી લબ્ધિથી આહાર મળ્યો નથી.'' પોતાનો અભિગ્રહ પૂરો નથી થયો, એ જાણી તેઓ ગોચરી પરઠવા ગયા. પરઠવતા પરઠવતા શુકલ ધ્યાને ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. 

આલોચના ન લીધી, તેથી કેટલું સહન કરવું પડ્યું. તેથી ભવિજનો ! આલોચના અચૂક લઈ લેજો.

સંપૂર્ણ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top