સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

Pethad Shah રત્ન કણિકા


 હે આદિનાથ ! તારું મને સદા સ્મરણ રહો ને ત્યારે જગતનું વિસ્મરણ રહો.
pethad shah

આચાર્ય ભગવંત પાસે પરિગ્રહ પરિમાણવ્રત લીધા પછી પેથડશા પોતાનું ભાગ્ય ચમકાવવા પરિવાર સાથે માંડવગઢ જવા નીકળ્યા. જ્યારે માંડવગઢમાં પ્રવેશ કરવા જાય ત્યારે જ ત્યાં ફેણવાળો સાપ જોયો. ક્ષણભર ડરી ગયા. 
ત્યાં જ જાણકારે કહ્યું ડરો નહીં, મહાશુકન છે પ્રવેશ કરો. તેથી એ શુકનને સ્વીકારી પેથડશાએ નગર પ્રવેશ કર્યો.
ત્યારે એ જાણકારે કહ્યું. તમે જો ક્ષણનો વિલંબ નહીં કરત તો અહીંના રાજા થાત. હવે તમે રાજા તુલ્ય મહામંત્રી થશો. 
ત્યારે પાપભીરુ પણ પેથડશાને રાજા નહીં થવાનો અફસોસ એટલા માટે થયો કે જો રાજા થાત તો સ્થાન-સ્થાન પર વગર વિરોધ દેરાસરો નિર્માણ કરાવી શકાત. કારણ કે એમના મતે દેરાસરમાં રહેલા પરમાત્માના દર્શન-વંદન-પૂજનથી સમ્યક્ત્વની-સમ્યગ્જ્ઞાનની-સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ-શુદ્ધિ-વૃદ્ધિ થાય છે 
જો કે મહામંત્રી થયા પછી પણ એમણે ઘણા દેરાસરો કરાવ્યા. પોતાની પ્રતિષ્ઠામાં નહીં, એમને રસ હતો લોકોના હૃદયમાં પરમાત્માની પ્રતિષ્ઠા થાય. એમને નામનાની કામના નહોતી. પ્રદર્શનમાં રસ નહોતો. વગર ઉપયોગે મશીનની જેમ પૂજા વગેરે કરી લેતા ન હોતા. એમની પ્રભુ ભક્તિ પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમથી હતી,
પ્રભુમય થવા માટે હતી ને એમાં એક દમ જ એકાકાર થઇ જતા હતા. પેથડશાનું સરસ ચરિત્ર રત્નમંડન ગણિએ સુકૃત સાગર નામના ગ્રંથમાં સરસ રીતે વર્ણવ્યું છે. તેથી જ પેથડશાની પ્રભુ ભક્તિ વખણાય છે.

 ધન્યકુમાર ચરિત્ર 16 :- દાનધર્મ કયાં નથી ? અરે, શીલધર્મ પણ અભયદાનથી ભાવિત છે. ભગવાને કહ્યું છે કે એક વખતના સ્ત્રી સંબંધમાં અસંખ્ય બેઇન્દ્રિય જીવો, અસંખ્ય સમૂર્ચ્છિમ પંચેન્દ્રિય જીવો અને બેથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોની હિંસા થાય છે. તેથી બ્રહ્મચર્ય વ્રત લેનારો. શીલ પાળનારો એક ધડાકે આટલા બધા જીવોને અભયદાન આપે છે તેથી જ શીલ પાળવાનું એક કારણ જીવદયા ગણાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top