ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

Jain Questions Answer

Parshwanath Bhagvan



(૦૧)સામાયિકના ઉપકરણોના નામ કયા કયા છે

➡️ ચરવળો,કટાસણું, મુહપત્તિ,સ્થાપનાચાર્યજી વિગેરે


(૦૨) ચરવળો એ શેનું પ્રતિક છે?

➡️ અહિંસાનું


(૦૩) ચરવળાનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે?

➡️ પુંજવામાં,ચાલવામાં,ઉઠવામાં


(૦૪) ચરવળો કુલ કેટલી આંગળીનો હોય છે?

➡️ ૩૨ આંગળીનો


(૦૫) ચરવળાનું માપ શું છે?

➡️ દાંડી-૨૪ આંગળ, દશી - ૮ આંગળ


(૦૬) ચરવળાનું ઉપર પ્રમાણેનું માપ શા માટે હોય છે?

➡️ ૨૪ દંડક અને ૮ કર્મોથી મુક્ત થવા માટે


(૦૭) ચરવળો કોની નિશાની છે?

➡️ શ્રાવકની


(૦૮) ચરવળાની ઉપર શું હોવું જરૂરી છે?

➡️ દોરી


(૦૯) કટાસણાનો ઉપયોગ શેમા થાય છે?

➡️ સામાયિકમાં બેસવા માટે


(૧૦) કટાસણાનું બીજું નામ શું છે?

➡️ બેઠકો


(૧૧) કટાસણા ઉપર નામ લખવાથી કોની આશાતના થાય છે?

➡️ જ્ઞાનની


(૧૨) કટાસણાનું માપ શું છે?

➡️ ૨૦×૨૪ આંગળ ( દોઢ હાથનું)


(૧૩) ચરવળો અને કટાસણું ઉનનું જ શા માટે હોય છે?

➡️ ઉનની ગરમીથી જીવ- જંતુની સુરક્ષા થાય માટે


(૧૪) કટાસણું કિનારીએથી કેવું હોવું જોઈએ?

➡️ કિનારી સીવેલી નહીં હોવી જોઈએ


(૧૫) શક્ય હોય ત્યાં સુધી કટાસણું કેવા કલરનું હોવું જોઈએ?

➡️ સફેદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top