વિષય:રાવણ બનવું પણ સહેલું નથી
તીર્થંકર, ચક્રવર્તી વગેરેના ચારિત્ર-કથાઓ એટલા માટે સાભળવાની-વાચવાની તેના દ્રારા જીવનની દિશા મળે.
ધ્રુવનો તારો એક જગ્યાએ સ્થિર રહીને નાવિક ને દરિયામાં નાવ ચલાવવા દિશાનું માર્ગદર્શન આપે છે.તેમ મહાપૂરૂષો આદર્શ રૂપે રહેલા છે.
ઈતિહાસ એ દીપક ધર્મ છે.દીવા ની ઘણી વિશેષતાઓ છે અપૈક્ષાએ સૂર્ય કરતાં દીવો ચડિયાતો છે,સૂર્ય બાહ્ય પદાર્થ ને પ્રકાશે પણ ભોયરાદિમાં પ્રકાશતો નથી.દીવો ભોયરામાં કામ લાગે આગળ આગળનો રસ્તો બતાવે.
અભ્યંતર અંધકાર ને પ્રભુ રૂપી દીવો દૂર કરે.
રાવણ અહંકારને કારણે છોડી ન શક્યો પણ હું ખોટો છું તે સમજી શકે છે.જેને ખામી નો ખ્યાલ આવે તે અજ્ઞાની ન કહેવાય.
કોઈપણ કથા-ચારિત્ર મનોરંજન માટે નહી પણ હદય પરિવર્તન માટે સાભળવાનુ છે.
દેખે પરાયા દોષને એવા લાખ્ખો લોક છે દ્રષ્ટિ કરે નિજ દોષ પર એવાં વિરલા કોક છે.
રાવણે કેવલી ભગવંત પાસે મૃત્યુ નુ કારણ જાણ્યું અને પોતાનાથી થનારા સંભવિત દોષ પર ખૂબ રડે છે.આવા આસું સારા જે પાપોને સાફ કરી દે.
દુનિયાનું એક પણ પાપ એટલું મોટું નથી જે પશ્ચાત્તાપ ના આસું થી ધોઈ ન શકાય,દુનિયાનું એક પણ પાપ એટલું નાનું નથી જે પશ્ચાત્તાપ વિના ધોવાઈ શકે.
વૈરાગ્ય શતક ગ્રંથમાં વાત આવે છે આપણે પૂર્વના ભવોના આસું ને ભેગા કરવામાં આવે તો મહાસાગરો ભરાઈ જાય.
રાવણ સંભવિત પાપથી બચવા કેવલી ભગવંત પાસે નિયમ લે છે જે સ્ત્રી મને ઈચ્છશે નહી તેની સાથે હું બળજબરી નહી કરું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો