હે આદિનાથ દાદા ! મને જન્મ-મરણ ચક્કરથી બચાવો.
પેથડશા મંત્રીનો એક પ્રસંગ સંભળાય છે.
માંડવગઢના રાજાએ જ્યારે એમને મંત્રી તરીકે નિયુક્ત કર્યા.
ત્યારે એમણે રાજાને કહ્યું-મને મારી પ્રભુ ભક્તિમાં દખલ પસંદ નથી. તેથી એ સમયે આપે મને કોઇ આજ્ઞા કરવી નહીં. રાજાએ વાત માન્ય રાખી.
એકવાર રાજાને કોઇ વિષયમાં મંત્રીની સલાહની ઇચ્છા થઇ.
તેથી મંત્રીને ત્યાં માણસને મોકલ્યો.
એ વખતે મંત્રી પોતાના સમયને અનુરૂપ પોતાના ગૃહ જિનાલયમાં પ્રભુ ભક્તિમાં લાગી ગયા હતા.
તેથી એમના ચોકીદારે એ માણસને બહારથી જ પાછો મોકલી દીધો. તેથી થોડીવાર પછી રાજાએ બીજા મહત્ત્વના માણસને મોકલ્યો. એને પણ એ રીતે રવાના કર્યો,
તેથી રાજાને ગુસ્સો આવ્યો. પોતે ખુદ બોલાવવા આવ્યા. ચોકીદાર રાજાને રોકી શક્યો નહીં.
રાજાએ જિનાલયમાં પ્રવેશ કર્યો. પ્રભુના-ભક્તિના પ્રભાવમાં આવવાથી ક્રોધ શાંત થઇ ગયો.
પેથડશા પ્રભુની અંગ રચનામાં મગ્ન હતા. પાછળ બેઠેલો નોકર રોજના અનુભવ મુજબ વારા ફરતી એક-એક યોગ્ય ફુલ આપતો હતો.
પેથડશા માત્ર પાછળ હાથ કરે નજર તો પ્રભુ સન્મુખ જ હોય.
ભક્તિથી ભરાયેલા રાજાએ નોકરને હટાવી પોતે બેસી ગયા. પણ અનુભવ નહીં હોવાથી ફુલો આપવામાં ગરબડ થવા માંડી વારંવાર આમ થવાથી પેથડશાએ પાછળ જોયું.
રાજાને જોઇ ચમક્યા.
પણ રાજાએ જ ઉઠતા કહ્યું-તમારી પ્રભુ ભક્તિમાં અંતરાય જરુરી નથી. ભક્તિ પૂરી થયા પછી જ મળવા આવજો...
આમ પેથડશા ભક્તિના અવસરે સ્થાન-પદવી-સમૃદ્ધિ બધું ભૂલી પ્રભ ભક્તિમાં એકાકાર થઇ જતાં હતા.
ધન્યકુમાર ચરિત્ર 17 :- શીલની જેમ તપની આરાધનામાં પણ અભયદાન સમાયેલું છે. ભોજન-રસવતી ભોજન વનસ્પતિ વગેરે ઘણા એકેન્દ્રિય જીવોની વિરાધનાથી તૈયાર થાય છે. ઉપવાસ વગેરે તપમાં ભોજન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો