ધ્યાન એટલે શું?
ધ્યાન શબ્દ સંસ્કૃત શબ્દ ધ્યાઈ ---- એટલે વિચાર કરવો, પર થી આવ્યો છે.કોઈ પણ વિચાર વિશે એકાગ્ર ચિત્તે વિચારવું એટલે ધ્યાન.
જૈનો ના મત્ત પ્રમાણે વાણી અને કાયા ની ક્રિયા તે આત્મા ની ક્રિયા નથી, પણ શરીર ની છે.વિચારો સતત આવતા અને જતા રહે છે. પણ આદ્યાત્મિક વિચારો જ આપણને પોતાના સ્વ તરફ જવામાં મદદ કરે છે. કે જ્યાં આપણે ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા કે ફક્ત જાણનાર થઈ શકીએ છીએ અને એ જ ધ્યાન ની પરમ દશા છે.
આપણું મન એક મિનિટ પણ વસ્તુ વિચાર વિના નથી રહેતું, સતત વિચારોમાં ખોવાયેલા આપણે એમ કહી શકીએ કે 24 કલાક આપણે કોઈ ને કોઈ ધ્યાન માં જ હોઈએ છીએ.
જે આત્મા ઓ આત્મજ્ઞાન કે કેવળજ્ઞાન પામ્યા છે તે ધ્યાનની મુદ્રા માં જ પામ્યા છે એવું જૈનનું માનવું છે.
ધ્યાન ચાર પ્રકારના છે.
1 આર્ત ધ્યાન
2 રૌદ્ર ધ્યાન
3 ધર્મ ધ્યાન
4 શુક્લ ધ્યાન
પેહલા બન્નેન ધ્યાન સતત સંસાર ના વિચારો ના છે અને બંને ત્યજવા યોગ્ય છે .જ્યારે ધર્મ ધ્યાન આપણને સ્વ તરફ લઇ જઈને મનને જાગૃત રાખી જ્ઞાતા દ્રસ્તા અને દરેક પરિણામ ના જાણનાર બનાવે છે.અહીં થી જ સતત જાગૃત રહેતા શીખીને એક દિવસ શુક્લ ધ્યાન કે જ્યાં આપણે શૂન્ય નો અનુભવ કરી શકીએ છીએ.
ધ્યાન એ જ કહેવાય જે આપણને શુન્ય અને સ્વનો અનુભવ કરાવે.
શુન્ય શિખર પર ડેરા મેરે અવધુ,
શૂન્ય શિખર પર ડેરા હો જી.
આ અવસ્થાએ પહોંચીએ તે આત્મજ્ઞાન અને કેવળજ્ઞાન .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો