બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

Gautam Swami

 અંગુઠે અમૃત વસે,લબ્ધી તણા ભંડાર,
શ્રી ગુરૂ ગૌતમ સમરિયે, વાંછિત ફળ દાતાર.
અનંત લબ્ધી નીધાન ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામી

gautam swami
Gautam Swami

 આ છે ગૌતમ સ્વામી........................

૧.   પૂર્વ ભવે મરીચી ત્રિદંડીના કપિલ નામે શિષ્ય હતા.

૨    પૂર્વભવે ત્રિપૃષ્ઠ વાસુદેવ ની સારથી તરીકે સેવા કરી.

૩.   ગૌતમ સ્વામીના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી અને જન્મભૂમિ નામ ગોબરગામ,

      તેઓએ ૫૦ વર્ષે દિક્ષા લીધી,૮૦ માં વર્ષે કેવલજ્ઞાન પામ્યા, ને ૯૨ વર્ષે મોક્ષે ગયાં.

૪.   ગૌતમ સ્વામીને અભિમાન ના બદલામાં સંયમ અને વિલાપ ના બદલામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.

૫.   મહાન પંડિત હોવા છતાં જીવ છે કે નહિ ? તેવી મનમાં શંકા હતી.

૬.   દિક્ષા બાદ રોજ ગૌદુહાસને બેસતા હતા.

૭.   ગૌતમસ્વામીના બીજા બે ભાઈ અગ્નિભૂતિ અને વાયુભૂતિ હતા.

૮.   ઇન્દ્રભૂતિ પંડિત માંથી કારતક-વદ-૧૧ ના ગૌતમસ્વામી થયા.

૯.   ત્રિપદી ધ્વારા ભ.ની કૃપાથી દ્વાદશાંગી ની રચના કરવા સમર્થ થયા.

૧૦. છઠ્ઠ ના પારણે છઠ્ઠ કરનાર તપસ્વી હતા.

૧૧. ગૌતમસ્વામી ના અંગુઠે અમૃત હતું.

૧૨. વાણીજ્ય ગ્રામે આનંદશ્રાવક ને મિચ્છામી દુક્કડમ કરવા તેમના ઘરે ગયાં.

૧૩. મૃગાગામ માં મૃગાવતી રાણીને ત્યાં મૃગા લોઢીયાને જોવા માટે ગયાં.

૧૪. અષ્ટાપદ તીર્થની સ્વલબ્ધિ વડે યાત્રા કરી,જગચિંતામણી સૂત્ર રચ્યું.

૧૫. ૩૬ હજાર પ્રશ્નો ભગવાન મહાવીરને પૂછ્યા જે ભગવતી સૂત્રમાં છે.

૧૬. ગૌતમ સ્વામીને ભગવાન વીરે વારંવાર સમયં મા ગોયમ ! મા પમાએ કહેતા હતા.

૧૭. હાલિક (ખેડૂતને) પ્રતિ બોધવા પ્રભુ વીરે ગૌતમને મોકલ્યા હતા.

૧૮. કેશી ગણધર સાથે ગૌતમ સ્વામીનું તિંદુક ગામમાં મિલન થયું હતું.

૧૯. પોલાસપુરમાં અઈમુત્તા ની વિનંતીથી તેના ઘરે ગોચરી ગયાં.

૨૦. એક દિવસ ઋષભદત્તા બ્રાહ્મણીનો માતા તરીકેનો પરિચય પ્રભુવીરે બ્રાહ્મણકુંડ ગામમાં કરાવ્યો હતો.

૨૧. અક્ષિણ મહાનસ લબ્ધિથી ૧૫૦૦ તાપસોને ખીરથી પારણા કરાવ્યા હતા.

૨૨. પોતાનો ૫૦૦૦૦ હજાર શિષ્યનો પરિવાર હતો.

૨૩. ગૌતમ સ્વામીએ જેટલાને દિક્ષા આપી તે બધા કેવલજ્ઞાની થયા.

૨૪. દેવશર્માને પ્રતિ બોધવા પ્રભુવીરની આજ્ઞાથી ગયાં.

૨૫. વિલાપ કરતાં કરતાં કારતક-સુદ-૧ ના અપાપાપૂરી નગરીમાં કેવળજ્ઞાન થયું.

૨૬. તેમની કાયા સાત હાથની-દેહ સુવર્ણ અને નિર્વાણ રાજગૃહીમાં થયું.



ગૌતમ સ્વામીનો જન્મ વિક્રમ સંવત પૂર્વે 550 માં ગોબર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ વસુભુતી હતું અને માતાનું નામ પૃથ્વી હતું. તેમને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના 2 ભાઈ હતા. ગૌતમ સ્વામીનો વર્ણ સુવર્ણ હતો. તેમની ઉંચાઈ સાત હાથ પ્રમાણ હતી.


ગૌતમ સ્વામી વ્યાકરણ , કાવ્ય , ન્યાય , અલંકાર , પુરાણ , ઉપનિષદ , વેદ આદિમાં સ્વ ધર્મ શાસ્ત્રના પારંગત હતાં. તેમને 500 શિષ્યો હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગ દર્શનનાં અભાવથી સાચા જ્ઞાની બની શક્યા નહતાં.


ગૌતમ સ્વામી મહાવીર સ્વામીની પાસે પાવાપુરીમાં દીક્ષા લે છે. ત્યારે ગૌતમ સ્વામીના 500 શિષ્યો પણ મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે. મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમ સ્વામી છે.


ગૌતમ સ્વામી દીક્ષા પછી છઠ્ઠ ના પારણે છઠ્ઠ કરે છે. સમવસરણમાં મહાવીર પ્રભુને ગૌતમ સ્વામી કેટલાં બધાં સવાલો પૂછે છે અને એ બધાં જ સવાલોના જવાબો મહાવીર સ્વામી આપે છે. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે ખૂબ જ વિનય હતો. એ વિનયના કારણે જ ગૌતમ સ્વામીને લબ્ધિ મળી હતી. ગૌતમ સ્વામી લબ્ધિના ભંડાર હતા તો પણ તેમને 2 જ વાર એમની લબ્ધિનો ઉપયોગ કર્યો હતો.


ચંપાપુરીમાં મહાવીર પ્રભુ દેશનામાં કહે છે કે જે મનુષ્ય સ્વલબ્ધિથી અષ્ટાપદ તીર્થની જાત્રા કરે છે અને 1 રાત ત્યાં રહે છે તે મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જાય છે. આ વાત સાંભળીને ગૌતમ સ્વામી ચંપાપુરીથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા જાય છે. ત્યાં સૂર્યના કિરણો વડે અષ્ટાપદ પર્વત ઉપર જાય છે. ત્યાં 1 રાત રહે છે. ત્યાં પ્રભુ ભક્તિ કરે છે. અને જગ ચિંતામણીની રચના કરે છે.


અષ્ટાપદ તીર્થની જાત્રા કરીને નીચે આવે છે ત્યારે ત્યાં 1500 તાપસ એમની જોડે દીક્ષા લે છે. તાપસોને પારણું કરવાનું હોય છે. ગૌતમ સ્વામી 1 વાટકી ખીર વહોરી લાવે છે. એ વાટકીમાં ગૌતમ સ્વામી પોતાનો અંગુઠો મૂકે છે. અને 1 વાટકી ખીરથી 1500 તાપસો પારણું કરે છે. ગૌતમ સ્વામી 1500 તાપસોને લઈને મહાવીર સ્વામી પાસે સમવસરણમાં જાય છે ત્યારે એ પહેલાં જ બધાં તાપસોને કેવલજ્ઞાન થઈ જાય છે.


ગૌતમ સ્વામીને 50000 શિષ્યો હતાં અને એ બધાં જ શિષ્યો કેવલજ્ઞાન થયું હતું. બધાં જ શિષ્યો મોક્ષે ગયા હતા. ગૌતમ સ્વામીને આટલાં શિષ્યો હતા પણ અભિમાન જરાય નહતું. આનંદ શ્રાવકના ઘરે મિચ્છામિ દુક્કડં કહેવા ગયા હતા.


મહાવીર સ્વામી મોક્ષે ગયા એના બીજા જ દિવસે ગૌતમ સ્વામીને કારતક સુદ 1 ના દિવસે કેવલજ્ઞાન થયું હતું. ગૌતમ સ્વામીએ 50 વર્ષ દીક્ષા લીધી હતી. એમનો છપદ્મસ્થ કાળ 30 વર્ષનો હતો. અને આયુષ્ય 92 વર્ષનું હતું. ગૌતમ સ્વામી 1 મહિનાનું અણસન કરીને વૈભારગિરિથી ( ગુણિયાજી તીર્થથી ) મોક્ષે ગયા હતાં.


ગૌતમ સ્વામીના રાસમાં લખાયું છે કે , 

💜❤💚💛💜❤💚

"જિંહા જિંહા દિજે દિકખ , 

તિંહા તિંહા કેવળ ઉપજે એ : 

આપ કન્હે અણહુંત , 

ગોયમ દિજે દાન ઈમ. "

💜❤💚💛❤💜

પૃથ્વી પર વિચરતાં , ભવ્ય જીવોને પ્રતિબોધ આપતાં , ગૌતમ સ્વામી જે જે ભવ્યાત્માઓને દીક્ષા આપે તે સર્વેને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આશ્ચર્ય તો એ છે કે ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન પગટયું નથી. પણ તેઓ જેને દીક્ષા આપે છે , જેના મસ્તકે હાથ મૂકે છે તે સર્વને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. પોતાની પાસે કેવળજ્ઞાન નથી , છતાં ગૌતમ સ્વામી કેવળજ્ઞાનનું દાન કરે છે. 


ગૌતમ સ્વામીએ જીવનકાળ દરમ્યાન કુલ 50000 મુમુક્ષોને દીક્ષા આપી હતી , તે બધાં જ 50000 મુમુક્ષો કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.


હે ગૌતમપ્રભુ ! 


આપના નામસ્મરણ માત્રથી 

અભિલષિત કામનાઓ પરિપૂર્ણ થાય તે આપના નામનો અચિંત્ય મહિમા છે. 

                  પણ , 

આજે તો એવો મહિમા મારા પર અજમાવો કે , હું આપનું નામ રટું 

                  અને , 

મારી સર્વ અભિલાષાઓ અને કામનાઓ સૂકાં પાંદડાંની જેમ ખરી પડે !


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top