શ્રી અચલગઢ તીર્થ શ્રી આદિનાથ ભગવાન
|
Achalgarh Tirth |
આબુમાં 1402 મીટરના ઉંચા શિખર પર સંવત 1509માં રાણા કુંભાએ કિલ્લો બનાવેલ ત્યાં ધરણશાહના મોટાભાઈ રત્નાશાહના પુત્ર સાલિંગના પુત્ર સહસાશાહે સૂમિતસૂરિ પ્રેરણાથી ચૌમુખજી જિનાલય બંધાવી ઉત્તર દિશામાં 1.5 મીટરના 120 મણના પંચધાતુના સુવર્ણવર્ણના વિશાળ શ્રી આદિનાથ ભગવાનની મૂળનાયક તરીકે સંવત 1566 માં ફાગણ સુદ 10 ના દિવસે જયકલ્યાણસૂરિ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. પૂર્વમાં આદિનાથ ભગવાન , દક્ષિણમાં શાંતિનાથ ભગવાનની સંવત 1518 માં તથા પશ્ચિમમાં આદિનાથ ભગવાનની સંવત 1529 માં અંજનશલાકા લક્ષ્મીસાગરસૂરિ મ.સા. ના હસ્તે ડુંગરપુરના મંત્રી સાલ્વાશા આદિએ કરાવેલ.
મૂળનાયકની બંન્ને બાજુના કાઉસ્સગીયા પ્રભુજી સંવત 1134 ના છે. બીજે માળે ધાતુના ચૌમુખજીમાં પૂર્વ દિશાના પ્રભુજી 2100 વર્ષ પ્રાચીન અલૌકિક ને પ્રભાવશાળી છે. 18 ધાતુના પ્રભુનું વજન 1444 મણ છે. અહીં પુંડરિક સ્વામીની મૂર્તિ તથા બીજા ત્રણ જિનાલય છે. તળેટીમાં શાંતિનાથ ભગવાનનું જિનાલય છે.
ફોન નંબર 094141 54922
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો