તપ સાગર ની પેલે પાર.. સૂરી હિમાંશુ જીવન સાર..
જન્મદિન-સંવત 1963 ચૈત્ર સુદ 6,શુક્રવાર
જન્મસ્થળ-લીંબોદ્રા
દીક્ષાદિન-સંવત 1990 વૈશાખ સુદ દ્વિતીય 9
દિક્ષાસ્થળ-સંવેગી ઉપાશ્રય,હાજા પટેલ ની પોળ,અમદાવાદ.
સ્વર્ગવાસ દિન સંવત 2059 માગશર સુદ 14 રાત્રે 12.39 કલાક
સ્વર્ગવાસ સ્થળ-હેમાભાઈ નો વંડો,જૂનાગઢ.
ગરવા ગિરનાર ના પગથરના પ્રણેતા પ.પૂ.આ.દેવેશ શ્રી હીમાંશુસુરીશ્વરજી મહારાજા એટલે અનુપમ સૌજન્ય, સૌહાર્દ અને સાત્વિકતા નો ત્રિવેણી સંગમ.
એક વિશાળ, વિરાટ,ભવ્ય વ્યક્તિત્વ, મહાન સાધક,યોગીપુરુષ, દ્રઢ.. અતિદૃઢ મનોબળ ના સ્વામી, અપૂર્વ તપશ્ચર્યા ના આરાધક,અમૃતસમ,સત્યનિષ્ઠ,વાણી માં વચનસિધ્ધિ, ગંભીરતા નો સાગર,અડગતા માં અચલ મેરુ સમાન,સૌમ્યતા માં ચંદ્ર,પ્રતાપ માં સૂર્ય,કરુણા વાત્સલ્યનિધિ, પ્રભાવક્તા માં શિરોમણી,તપોમૂર્તિ આદિ અનેક ગુણવૈભવ ના સ્વામી.
જિન આજ્ઞા નું કટ્ટરતા પૂર્વક પાલન કરવાની સતત ઝંખના અને પરમાત્માની નિષ્કામ ભક્તિ ના પ્રભાવે જ આવા ગુણ પુષ્પો તેઓ શ્રી ના જીવનબાગ માં ખીલી ઉઠ્યા હતા.સિદ્ધગિરી અને ગિરનારના પરમ સાધક એવા પુજ્યશ્રી ના બાલ બ્રહ્મચારી નેમપ્રભુ પ્રત્યેના અવિહડ રાગ ને લીધે જ 'ગિરનાર' અને 'નેમનાથ' પુજ્યશ્રી ની ઓળખાણ ના પર્યાય બની ગયા હતા.
શ્રીસંઘ એકતા માટેના સાધિક 3000 ઉપવાસ,11500 આયંબિલ તપ ના ઘોર તપસ્વી...
તેમાં પણ1751 અને 4601 આયંબિલ અખંડ,સળંગ.
આયંબિલ જેનો પર્યાય બની ગયો હતો.તપ અને દાદા બંને સિક્કાની બે બાજુઓ હતા.
96 વર્ષની જૈફ વયે પણ સતત આદરેલ આયંબિલ નો નાયગ્રા ધોધ..સંઘ એકતા અને શાશન એકતા માટે.. કેવી શાશનદાઝ!!!
સળંગ 20 20 ઉપવાસથી આદરેલ વીસસ્થાનક તપ ના પ્રથમ પદ ની આરાધના!!!
માસક્ષમનના 11 માં દિવસે ગિરનાર થી પાલીતાણા તરફ નો વિહાર,31 માં દિવસે ગિરિરાજ ની યાત્રા.. અને સાંજે 4.30 વાગે નીચે ઉતરી આયંબિલ થી પારણું!!!
સાંજે 3 4 વાગે આયંબિલ નું વાપરવું તેમનાં માટે નિત્યક્રમ!!!
દૈનિક 3 4 કલાક જાપ,પ્રભુભક્તિ તેમના માટે સાહજિક હતી.
પ્રાયઃ સવારે 9 વાગ્યા પછી નો જ શુદ્ધ વિહાર.
નિર્દોષ ભિક્ષા ના આગ્રહી ..
જીન આજ્ઞા ના ચુસ્ત પાલક...
આવા અનેકાનેક ગુણો ના ધારક તપસ્વી સમ્રાટ ના છ'રી પાલિત સંઘ પણ આયંબિલ સાથેના રહેતાં. અનેક જિનબિંબો..જિનાલય ની પ્રતિષ્ઠા તેમના નામે હતી.વૈયાવચમાં તત્પર એવા મુનિશ્રી હેમવલ્લભમ વિજયજી મ.સા. ની ગુરુસેવા પણ તેમનાં જીવનના અંતિમ વર્ષો માં ખૂબ સમાધિ આપનારી સાબિત થઈ.
શાશનહિતચિંતક,સંયમ મૂર્તિ,તપોમૂર્તિ એવા પ.પૂ.આ.હીમાંશુસુરીશ્વરજી ના ગુણોનો અંશ માત્ર પણ આપણા સૌ ના જીવન માં સંક્રાંમ થાય!!
તેઓ ના દિવ્યાશિષ થી દિવ્ય દ્રષ્ટિ ખુલી જાય!!
એ જ પુજ્યશ્રી ને પ્રાર્થના
દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત,..
તે યોગી ના ચરણ માં હો વંદન અગણિત..
તપસ્વી સમ્રાટ આચાર્યદેવ શ્રી હિમાંશુસૂરી મહારાજે ગિરનાર નેમિનાથ ભગવાન પાસે માસખમણ તપના પચ્ચખાણ લીધા. 10 ઉપવાસ કરીને પાલિતાણાનો વિહાર શરૂ કર્યો. 30 ઉપવાસે પાલિતાણા પહોંચ્યા. પારણાના દિવસે દાદાને ભેટ્યા. નીચે ઉતરી પાંચ વાગે આયંબિલ કરી માસખમણનું પારણું કર્યું.
તેમને કોટી કોટી વંદના...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો