આદર્શ પ્રસંગો
સમાયિકથી સૂરિ પદે !
પૂ. સ્વ. ગચ્છાધિપતિ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે (ત્યારે મુનિ ભાનુવિજય મ.) એક કિશોરને ઉપાશ્રયના ખૂણામાં સામાયિક કરતા જોયો તેઓ ખુશ થયા, પૂછ્યું, કિશોરે કહ્યું, “મહારાજ સાહેબ ! મારે થાય એટલા વધુ સામાયિક કરવા છે !” વાત એ હતી કે શિબિરમાં વધુ સામાયિક કોણ કરે એની સ્પર્ધા હતી. આ રજનીને ઘણા કરવાની ભાવના થઈ ગઈ. અજાણ્યો હતો પણ શુભ ભાવના જાણી પુજ્યશ્રી એ તેની યોગ્યતા પારખી લીધી ! અને વાત્સલ્યપૂર્વક આરાધનામાં જોડતા ગયા.
આરાધના વધતા એ કિશોરને દિક્ષાની ભાવના થઈ ! ધામધૂમથી પરિવારે દીક્ષા આપી ! અને એ બની ગયા પૂ. મુનિ શ્રી રત્નસુંદરવિજય મ. સા. પછી તો આ હીરાને પૂ. શ્રીએ પાસા પાડવા માંડ્યા ! સ્વાધ્યાય આદિ સાધનામાં લગાવી દીધા. અને શ્રી જિનશાસનને એક મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા. ની ભેટ ધરી !!! પછી તો એમના પગલે એમના સંસારી પિતાશ્રી, બીજા સગા અને અનેક ભવ્યાત્મા સાધુ અને આરાધક શ્રાવક બની ગયા. આજે તો એ જિનશાસનની જબ્બર પ્રભાવના કરી રહ્યા છે !!!
હે ધર્મરાગી શ્રાવકજી ! તમારા ઘરે કોઈ ભારે પુણ્યે આવો દિપક આવી ગયો હોય તો એને સાધુ કે શ્રાવક બનાવી એનું, તમારું અને અનેકનું કલ્યાણ કરશો ને?
પંન્યાસ ભદ્રેશ્વરવિજયજી ગણિ. લિખિત જૈન આદર્શ પ્રસંગો પુસ્તક માંથી સાભાર...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો