બુધવાર, 16 સપ્ટેમ્બર, 2020

Hansratn Vijayji Maharaj

!!!!આ છે અણગાર અમારા.... જૈનશાસનના શણગાર પરમ પૂજ્ય પન્યાસ શ્રી હંસરત્ન વિજયજી મહારાજ સાહેબ.....
jian muni

આ કાળમાં તપ કરનારા મહાન!..
પૂજ્ય હંસરત્ન મ સા.ચરણ કમળ મા નત મસ્તક ક્રોડો ..ક્રોડો પ્રણામ.આવા સર્વોત્તમ તપસ્વીને નમસ્કાર કરવા એ જ મહામંગલ છે અને સર્વે પાપોને નાશ કરનાર છે....આજ છે...આપનુ.....અન્મોલુ જિન શાસન..તપસ્વીના તપની અનુમોદના ~~~~~
કેટલી ઉત્તમ કરી રહ્યા છે આરાધના.....આપની કરશું અમે અનુમોદના ..જૈન ધર્મનો તપ સમગ્ર વિશ્વમાં બેનમુન છે. જીવનમાં ગમે ત્યારે આંધી અને તુફાનો આવતા રહે છે. આ ઉપદ્રવોને શાંત કરવા માટે તપ એ શ્રેષ્ઠ ધર્મ છે...
તપ મહીં છે શક્તિ જાણે છે બધા, તોય ક્યાં , કરતા બધા ઊપાશના...
હર ઘડી, દર્શન તને એ આપશે, ભાવથી ભાવો તમે જો ભાવના...
જીતશે; જ્યારે બધું તું હારશે!ના હો મન માં એ પછી કો' કામનાં !...
જૈન ધર્મ ,મળતો રહે યુગ યુગ હવે !પ્રાર્થી એ,બસ આજે એવી પ્રાર્થના....આ કાળમાં સાધુ થનારા મહાન!..આ કાળમાં તપ કરનારા મહાન!..
એક માનવી ક્યારેય સપના માં પણ વિચારી ના સકે એવી ઉગ્ર તપસ્યા પરમ પૂજ્ય હંસરત્ન વિજયજી મહારાજા એ કરી છે...
180 ઉપવાસ છતાં પણ મુખ પર કોઈ થાક ને...શરીર ને નુકશાન થવા ની કોઈ ચિંતા નઈ...ખરેખર આ શ્રમણ જીવન ની અજોડ આરાધના જ હોઈ સકે જે તેમને આવી સુંદર શાતા અર્પણ કરે છે। .. આ ઘડી એ સાધુ ભગવંત ની જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે। ..
પરમ પુજ્ય પન્યાસ તપોરત્ન હંસરત્ન વિજયજી મ.સા.નો 
તપ વૈભવ
૮ ઉપવાસ એકવાર
૨ સળંગ વર્ષી તપ એકવાર
૧૬ ઉપવાસ બે વાર 
૧૭ ઉપવાસ એકવાર
૩૦ ઉપવાસ બે વાર 
૩૧ ઉપવાસ બે વાર 
૩૨ ઉપવાસ બે વાર 
૩૩ ઉપવાસ બે વાર 
૩૪ ઉપવાસ એક વાર
૩૫ ઉપવાસ એક વાર
૩૬ ઉપવાસ એક વાર
૩૭ ઉપવાસ એક વાર
૩૮ ઉપવાસ એક વાર
૩૯ ઉપવાસ એક વાર
૪૦ ઉપવાસ એક વાર
૪૨ ઉપવાસ એક વાર
૪૩ ઉપવાસ એક વાર
૪૪ ઉપવાસ એક વાર
૪૫ ઉપવાસ એક વાર
૫૧ ઉપવાસ એક વાર
૫૨ ઉપવાસ એક વાર
૬૮ ઉપવાસ એક વાર
૭૭ ઉપવાસ એક વાર
૧૦૮ ઉપવાસ એક વાર
🔲 ૯ વર્ષ માં ૧૬૧૮ ઉપવાસ🔲
તપસ્વી અમર રહો તપસ્વીનો જય જયકાર...

जय श्री आदिनाथ...
जय श्री शत्रुजंय...
संसार एटले फरवानुं स्थान अने मोक्ष एटले ठरवानुं स्थान ...

જૈન સાધુ એટલે દુનિયાની અજાયબી......................
આજના કાળનો ચમત્કાર.... આધુનિક યુવક-યુવતીઓ કેમ દીક્ષા લેવા તૈયાર થાય છે ?
જૈન સાધુ અપરિગ્રહનું વ્રત લેતા હોવાથી તેઓ પોતાની પાસે કોઇ રૂપિયા, સોનું, ચાંદી, દાગીના, જમીન, ફ્લેટ વગરે રાખતા નથી....
તેમનું બેન્કમાં ખાતું નથી હોતું કે શેરમાં રોકાણ નથી હોતું,બધીજ અપેક્ષાઓથી મુક્ત થઇ ગયા હોય છે..સમગ્ર ભારતમાં તેઓ પગપાળા જ વિહાર કરે છે....
જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાને ભવિષ્યવાણી ભાખી હતી કે તેમના નિર્વાણ પછી ૨૫૦૦ વર્ષ પૂરાં થશે તે પછી જૈન શાસનનો અભ્યુદય થશે....
જૈન શાસનમાં છેલ્લા કેટલાક દાયકાઓથી જે મોટા પ્રમાણમાં દીક્ષાઓ થઇ રહી છે તે જોઇને લાગે છે કે ખરેખર જૈન ધર્મનો અભ્યુદય કાળ શરૂ થઇ ગયો છે..
આ દુનિયામાં એવી વ્યક્તિ શોધી કાઢો, જે જિંદગીભર વીજળીનો ઉપયોગ ન કરતી હોય, વાહનમાં બેસતી ન હોય, સ્નાન ન કરતી હોય, જેનું બેન્કમાં ખાતું ન હોય....
જેની પાસે રહેવા માટે ગામમાં ઘર ન હોય, સીમમાં ખેતર ન હોય, જે બિલકુલ પૈસા ન કમાતી હોય, લગ્ન ન કરતી હોય, જેને પોતાનો કોઇ પરવિાર ન હોય ....
જેના પગમાં જૂતાં ન હોય, જેની પાસે પહેરવા માટે બે જોડી જ કપડાં હોય, જેની પાસે રેશન કાર્ડ કે આધાર કાર્ડ ન હોય...
જેને પાસપોર્ટની જરૂર ન હોય, જેને દરજી, મોચી, હજામ, સુથાર, લુહાર, ઘાંચી, વણકર, કડિયો, ભરવાડ, કણબી વગેરે ૧૮ કોમની કોઇ જરૂર ન હોય, તેમ છતાં તે સુખી હોય!!!!!!
જૈન સાધુ અને સાધ્વીજીના રૂપમાં આવી હજારો વ્યક્તિઓ આપણી આજુબાજુ જીવી રહી છે...
૨૫૦૦ વર્ષ પહેલાંના જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો જેવી જિંદગી જીવતા હતા લગભગ તેવી જ સિમ્પલ જિંદગી તેઓ આજે પણ જીવી રહ્યા છે...
આજના કાળમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગની વિકરાળ સમસ્યા પેદા થઇ છે ત્યારે પણ મિનિમમ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને જીવવાની બાબતમાં દુનિયાએ જૈન સાધુ-સાધ્વીજી પાસેથી પ્રેરણા લેવા જેવી છે.....
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કદી પેટ્રોલ કે ડિઝલ વડે ચાલતાં વાહનમાં બેસતા નથી, માટે તેઓ પર્યાવરણને ઝેરી ધુમાડાઓથી પ્રદૂષિત કરતા નથી....
સાધુઓ ટીવી, ફ્રિજ, ફેન, ટ્યૂબલાઇટ, એસી, મોબાઇલ, કમ્પ્યૂટર, લેપટોપ, લિફ્ટ, ગિઝર વગરે વીજળીથી ચાલતાં સાધનો નથી વાપરતા માટે ઉર્જાની બચત થાય છે....
સાધુઓ પોતાની પાસે બિસલરીની બોટલ,પાણીના પાઉચ, ઝભલાં થેલી, પ્લાસ્ટિકના ગ્લાસ વગેરે રાખતા નથી, માટે તેમના થકી પ્લાસ્ટિકનો કોઇ કચરો થતો નથી....
સાધુ રસ્તામાં ક્યાંય થૂંકીને ગંદકી ફેલાવતા નથી. તેઓ ફ્લશ ટાઇપના કે સાદા જાજરૂઓ પણ વાપરતા નથી, માટે તેઓ નદીઅનાં પાણીને પ્રદૂષિત કરવામાં નિમિત્ત બનતા નથી.....
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો દીક્ષા વખતે જે પાંચ મહાવ્રતો ધારણ કરે છે, તેનું સ્વરૂપ પણ સમજવા જેવું છે. તેમનું પહેલું મહાવ્રત સર્વથા જીવહિંસાથી દૂર રહેવાનું છે....
આ મહાવ્રતનું પાલન કરવા તેઓ જિંદગીભર જેમાં જીવ હોય તેવા કાચા પાણીનો સ્પર્શ સુદ્ધાં કરતા નથી....
સ્નાન કર્યા વિના પણ બ્રહ્મચર્યના પ્રભાવને કારણે તેમની ચામડી સ્નિગ્ધ અને તેજસ્વી હોય છે.....
જૈન સાધુ કદી રાંધ્યા વગરનું અનાજ, સલાડ કે તાજાં ફળો ખાતા નથી, કારણ કે વનસ્પતિમાં પણ જીવ છે...
તેઓ મરણાંતે પણ અસત્ય બોલતા નથી. તેમને જીવવા માટે રૂપિયાની જરૂર નથી, માટે કોઇનું ધન ચોરી લેતા નથી....
જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો દીક્ષા ગ્રહણ કરે ત્યારથી મરણ પર્યંત સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે...
ત્યાં સુધી કે સાધુ ભગવંતો પોતાનાં સંસારી અવસ્થાના માતુશ્રી, બહેન કે પુત્રીને પણ અડી શકતા નથી....
સમગ્ર ભારતમાં તેઓ પગપાળા જ વિહાર કરે છે....
તમામ પ્રકારની ભૌતિક સુખસુવિધાઓ વગર પણ જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચહેરા પર કાયમ પ્રસન્નતા અને મનમાં પરમ શાંતિ જોવા મળે છે, તેનું કારણ એ છે કે તેઓ તમામ પ્રકારની અપેક્ષાઓથી મુક્ત થઇ ગયા છે, જે દુ:ખનું મુખ્ય કારણ છે....
સમાજથી દૂર રહેવા છતાં તેઓ સમાજની નાડ બરાબર પારખે છે, માટે યુવાનોથી માંડીને બાળકોને અને વેપારીઓથી માંડીને ઓફિસરોને તેઓ મૂંઝવણમાં સાચું માર્ગદર્શન આપી શકે છે....
તેમની પાસે જ્ઞાનનો ખજાનો હોય છે, જેને જોઇને પંડિતો પણ પ્રભાવિત થઇ જાય છે....
જૈન સાધુઓ અદભૂત કહી શકાય તેવી વક્તવ્ય કળાના સ્વામી હોય છે. હજારોની મેદનીને તેઓ ડોલાવી શકે છે....
ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પહેલાં ગૌતમ સ્વામીને દીક્ષા આપીને જૈન શ્રમણ સંઘ નામની સંસ્થા સ્થાપી હતી અને તેનું બંધારણ જૈન શાસ્ત્રોના રૂપમાં ઘડ્યું હતું. આ સંસ્થાનો મૂળ ઢાંચો આજે પણ જેમનો તેમ છે.....
આજે પણ હજારો જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો પંચમહાવ્રતોનું વફાદારીથી પાલન કરીને પોતાના આત્માનું અને જગતના જીવોનું સતત કલ્યાણ કરી રહ્યા છે....
નવી પેઢીના સેંકડો યુવકયુવતીઓ આજે પણ ભગવાન મહાવીરના ઉપદેશનું શ્રવણ કરીને દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે અને જગતમાં સંયમનો ડંકો વગાડી રહ્યા છે....
આધુનિક શિક્ષણના રંગે રંગાયેલા સેંકડો યુવકયુવતીઓ દીક્ષા લેવા તૈયાર થાય છે તે પણ આજના કાળનો ચમત્કાર જ છે...
આવા સાધુ -સાધ્વીજી ભગવંતોને કોટી કોટી વંદના ....

1 ટિપ્પણી:

સ્તવન સર્ચ કરો

Back To Top