નિર્દોષ સીતાજી ઉપર કલંક કેમ આવ્યું ?
પવિત્ર આત્મા મહાસતી
સીતાજી ઉપર અસદારોપ = કલંક આવ્યું... શા કારણે ? જૈનદર્શન CAUSE AND EFFECT થિયરીમાં માને છે... કારણ વગર કાર્ય ઊભું થાય જ નહિ.
પૂર્વભવમાં સીતાજીએ જે
પાપ કર્યું હતું, અને પ્રાયશ્ચિત નહોતું
લીધું... અને તેના જ કારણે મહાસતી પર પણ કાળું ⚫ કલંક આવ્યું.
તે આ રીતે... બ્રાહ્મણ
શ્રીભૂતિની પત્ની 🤰સરસ્વતીએ પુત્રીને જન્મ 🤱આપ્યો. એનું નામ વેગવતી રાખવામાં આવ્યું. ધીરે
ધીરે યુવાવસ્થામાં 👩🦰
પ્રવેશી. ક્યાં ધર્મકાર્યોમાં એની લગની હતી. એક
દિવસ એણીએ સુદર્શન મુનિને કાઉસ્સગ્ગ ધ્યાનમાં જોયા. મુનિ ભગવંત ત્યાગી અને તપસ્વી
હતા. તેથી ગામના નાના મોટા સહુ વંદન 🙇♀️🙇♂️કરવા આવે.
આ જોઈને વેગવતીએ કુતૂહલ
વૃત્તિથી લાંબો વિચાર કર્યા વગર માણસ વચ્ચે વાત વહેતી મૂકી... ‘આ તો ઢોંગી 🥺
સાધુ છે... તમે બધા એમને કેમ નમો છો ? મેં તો એને બીજા ગામમાં સ્ત્રી સાથે જોયા છે?”
‘આવી વાત... !! અને તે પણ
વિશ્વસ્ત સૂત્ર જેવી આપણી ગામની છોકરી વેગવતી ના મોઢે...' બધાને જ વિશ્વાસ આવી ગયો. બીજા દિવસે સુદર્શન મુનિ ની પાસે
ઉડતા પંખેરુઓ સિવાય એક બચ્ચુંય ફરકતું ન મળે. અચાનક થયેલ આ ફેરફારથી સુદર્શનમુનિ
ચોંકી 😳ઊઠ્યા કે આ શું ?
એકાએક... ?
એકાએક... બીજા-ત્રીજા ને
પૂછતાં વાત જાણવામાં આવી કે વેગવતીએ આ આરોપ વહેતો મૂક્યો છે. મુનિ ભગવંતે વેગવતી
પર દ્વેષ ન કર્યો. પોતાના કર્મોનો વિચાર કરી જ્યાં સુધી આ કલંક 😓 ન ઉતરે, ત્યાં સુધી ' અપ્પાંણ વોસિરામિ' કહી મુનિ કાઉસ્સગ્ગ ધ્યાનમાં 🧍♂️ ઊભા રહી ગયા. તેના પ્રતાપે દેવતાનું આસન
ડોલાયમાન થઈ ગયું. દેવતાએ🧚♂️ વેગવતીનું મોંઢું વિકૃત
કરી દીધું. કોલસા જેવું કાળું 😵 અને વાંકું... એના દિવસે
પિતાશ્રી આ જોઈ હેબતાઇ 😲 ગયા...
રૂપાળી છોકરી ને આ કયો રોગ લાગ્યો... બેટા ! આ શું કર્યું...? કોઈ દવા તો
નથી લગાવીને ! કંઈ આડુંઅવળું કર્યું તો નથી ને ?...
શું વેગવતી સાચી હકીકત
પોતાના પિતાશ્રી ને કહી દેશે?
વેગવતીએ નમ્રતાથી 🙏જવાબ આપ્યો, ‘બાપુજી બીજું તો કંઈ કર્યું નથી, પણ કુતૂહલવૃત્તિથી મશ્કરીમાં લોકોને કહ્યું
હતું કે, “સુદર્શન મુનિને સ્ત્રીની
સાથે મેં જોયા છે.” આ સાંભળતા જ શ્રીભૂતિ
અત્યંત રૂષ્ટ 😠 થય કે, “અરરર... આ તેં શું કર્યું
? જા, હમણાં ને હમણાં જઈ માફી 🙏માંગી આવ.'' વેગવતી બધા માણસોને ભેગા કરી પોતાની ભૂલ
સ્વીકારી અને રડતી 😭 આંખે મુનિ પાસે માફી🙏
માંગી. પરંતુ ગુરુ પાસે વિધિવત્ આલોચનાનું
પ્રાયશ્ચિત ન લીધું.
પછી દીક્ષા લઈને વેગવતી
સુંદર આરાધના કરી, કાળ કરી પાંચમાં
દેવલોકમાં 🗾ગઈ. ત્યાંથી ચ્યવી જનક રાજા 🤴અને વિદેહાની પુત્રી સીતા થઈ. રામની સાથે લગ્ન
થયા બાદ વનવાસ દરમ્યાન રાવણે એનું અપહરણ કર્યું. ભયંકર યુદ્ધ થયું. રાવણનું કરુણ
મોત નીપજ્યુ. રામ વિજયી બન્યા. હરખઘેલા અયોધ્યાવાસીઓએ પોતાના વિજયી રાજવી રામ,
લક્ષ્મણ અને સતી સીતા નો ભવ્ય પ્રવેશ કરાવ્યો.
પછી કેટલાક લોકો ખોટો
આરોપ મૂકવા લાગ્યા. સીતા રાવણ 👺ના ઘરે આટલા દિવસો સુધી એકલી રહી અને સતી... ?
રામચંદ્રજીએ કોઈ પરીક્ષા ન કરી અને ઘરમાં ઘાલી
દીધા!
આવી રીતે લોકો જ્યારે સૂર્યવંશ પર કલંક લગાડવા
લાગ્યા, ત્યારે રામચંદ્રજી જો કે
જાણતા જ હતા કે સીતા મહાસતી છે. છતાં નિર્ણય લીધો કે સીતાને જંગલમા નિરાધાર મૂકી
દેવી. તેનો સંપૂર્ણ 😢 ત્યાગ કરવો.
કૃતાન્તવદન સારથિને
બોલાવીને આજ્ઞા 🙏 કરી કે, તીર્થયાત્રા ને બહાને
સીતાજીને સિંહનિનાદ નામના જંગલમાં છોડી આવો...” ગર્ભવતી 🤰સીતાજી રથમાં બેસાડી સારથી રથ જંગલમાં લઈ ગયો.
ગીચ જંગલમાં 🛣️ નીચે ઉતારી ધ્રુજતા હૈયે કૃતાન્તવદન બોલ્યો... “આ પાપી પેટના કારણે મારે આપને કહેવું પડે છે કે,
આપ રથમાંથી નીચે ઊતરી જાઓ. રામચંદ્રજીની આજ્ઞા 🙏 છે કે, આપને આ જંગલમાં અસહાય છોડી મારે પાછા વળવું...!
લોકનિંદાના કારણે તેમણે આ નિર્ણય લીધો છે.
પૂર્વ ભવની આલોચના ના લઈએ
તો કેટલાય ભવ બગડે છે. 🙏🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો