સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

Jain Stuti


પ્રભુ મારા પ્રીતમ આદિનાથ દાદા...!

હે મારા અંતયૉમિ પ્રભુ...!
આપે છ વાતો આ મુજબ ફરમાવી છે...!

જીવ અનાદિકાળથી છે...!

જીવનો સંસાર અનાદિકાળથી છે...!

જીવને કર્મોનો સંયોગ પણ અનાદિકાળથી છે , અનાદિકાળથી ચાલ્યો આવતો આ સંસાર...!

સ્વયં ' દુ:ખસ્વરૂપ ' છે...!

ભોગવ્યા બાદ ફળમાં દુ:ખ આપનારો હોવાથી ' દુ:ખ ફલક ' છે...!

અને એ દુ:ખોની પરંપરા ચાલું જ રહેતી હોવાથી ' દુ:ખાનુબંઘી ' પણ છે...!

પ્રભુ મારા પ્રીતમ આદિનાથ દાદા...!

હે વીતરાગ પરમાત્મા...!
હે સવૅજ્ઞ પ્રભુ...!
હે દેવેન્દ્રથી પૂજાયેલ પ્રભુ...!
હે પરમ સત્યને  કહેનારા નાથ...!
હે ત્રણ ભવનના જગદ્ ગુરૂ...!
આવા આાવા ઉત્તમ વિશેષણોને
ઘારણ કરનારા...!

આપને મારા નમસ્કાર થાઓ...!
આપને મારા કોટી કોટી પ્રણામ હો...!

અે શંત્રુજય  પ્રભુ આદિનાથ ને 
વંદન કરતાં મારા સહુ પાપો બઘા દૂર થતાં..!

પ્રભુ મારા પ્રીતમ આદિનાથ દાદા...! 

હે નાથ જ્યારે તમે મળો ત્યારે...!

હે તરણતારણ જહાજ અરિહંત પરમાત્મા...!

હે પતિત - પાવન કલ્યાણમિત્ર ગુરુદેવો...!


   સાચા અંત : કરણપૂવકૅ કરેલી મારી પ્રાર્થનાના પ્રભાવે અેક એવી ઘન્ય પળ જરૂર આવશે , કે જ્યારે આપ ઉભયનો સાક્ષાત્ સંયોગ મને સંપ્રાપ્ત થશે , તે માટે અત્યારથી જ સંકલ્પ મૂકું છું કે ,

   આપ જ્યારે મને મળો ત્યારે , હું આપની સેવાને યોગ્ય થાઉં , હું આપની આજ્ઞાનું પાલન કરવાને યોગ્ય થાઉં , હું આપની આજ્ઞાને સ્વીકારનારો થાઉં , હું આપની આજ્ઞાને નિરતિચાર રીતે પાળનારો થાઉં , એવી મારા અંતરની ઈચ્છા આપના પ્રભાવે વહેલી તકે પરિપૂર્ણ હોજો...!


હે સિદ્ધ  ભગવંતો...!

આપ જન્મ - જરા - મરણથી રહિત છો...!

આપે કમૅરૂપી કલંકને ઘોઈ નાખ્યું છે...!

આપ સવૅ પીડાઓથી મુક્ત છો...!

આપ કૈવલ્યજ્ઞાન અને કૈવલ્યદશૅનને ઘારણ કરનારા છો...!

આપ સિદ્ધશીલા નામની શાશ્વત નગરીના નિવાસી છો...!

6 આપ નિરૂપમ સુખના ભોકતા છો...!

આપ સવૅથા કૃતકૃત્ય છો...!

પ્રગટ પ્રભાવી હે સિદ્ધ ભગવંતો , જીંદગીભર માટે આપ જ મારૂ સાચું શરણ છો...!

હલાહલ કળિયુગમાં ચોતરફથી દાઝી રહેલો હું હૃદયના સાચા ભાવપૂવૅક આપનું શરણ સ્વીકારૂ છું..!


મધ્યમ - મંગલ...!

       હે અચિંત્ય શક્તિને ઘારણ કરનારા અરિહંત ભગવંતો...! આપ વીતરાગ છો...! આપ સવૅજ્ઞ છો...! આપ સ્વયં પરમ કલ્યાણ  સ્વરૂપ છો...! સવૅ જીવોના પરમ કલ્યાણનું કારણ પણ આપ જ છો...!

      હે મારા નાથ...! આપ આવા સામથ્યૅવાળા મને મળ્યા હોવા છતાં મારી કથની આપને શું કહું...! હું  ખરેખર કેવો મૂઢ છું...!કેવો પાપી છું...! અનાદિકાલિન મોહના સંસ્કારોથી કેવો વાસિત છું કે , મારા હિત અને અહિતને પણ જાણી શકતો નથી...!



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top