હે આદિનાથ ! સાધન ચોરની શંકા કરાવે. મને સાધન વૈરાગ્ય આપો.
કહેવાય છે કે ગ્રીસમાં પોતાને મહાન તત્ત્વજ્ઞાની માનતો પીરહો નામનો માણસ થઇ ગયો.
લોકો પણ એને તત્ત્વચિંતક માનતા. ભાષણમાં-તર્ક-દલીલમાં-દૃષ્ટાંતો ટાંકવામાં એકુશળ હતો.
એ લોકોમાં પ્રવચન કરે ત્યારે ઘણા સાંભળવા આવે. એના ઉપદેશોનો મધ્યવર્ત્તી વિચાર હતો. આ જીવન દુ:ખ, દર્દ-પીડા-વ્યથાથી ભરેલું છે. આફતોની વણઝાર આવતી દરેક પળ સાથે જોડાયેલી છે. તેથી બચવાનો એક જ ઉપાય છે. દેહ મુક્તિ. આયુષ્યનો અંત. મરી જવું.
દૃષ્ટાંતો સાથે જોશથી કહેવાતી એની વાતોમાં આવી જઇ સેંકડો માણસોએ જીવન ટુંકાવી દીધું.
જવાનવયે મોતને ભેટવા.
આ પીરહો પોતે ૯૪ વરસ જીવ્યો. એની ૯૦ વરસની ઉંમરે એને કોકે પ્રશ્ર્ન પૂછ્યો-તમે તો મરવાનો ઉપદેશ આપો છો. તો તમે પોતે કેમ આટલું લાંબુ જીવો છો ?
એણે જવાબ આપ્યો-‘ઘણા લોકો સુધી આ ઉપદેશ પહોંચાડવા મારે લાંબુ જીવવું જરુરી છે.
પોતે કષ્ટ સહન કરીને પણ બીજાઓને હિતનો માર્ગ બતાવવો એ તો સજ્જનોનું કર્તવ્ય છે.’ શેતાન પણ સુભાષિત બોલી શકે!!
એમ તો જૈન ધર્મ પણ કહે છે, આપણે પૂર્વનાં ખોટા કામ ઘણા કર્યા છે ને સારા કામ ઓછા. તેથી આ માનવ જન્મ પણ દુ:ખોનો આરંભ છે. જીવન દુ:ખ ખજાનો છે. પણ તેથી મરી જવાનું નથી, પણ એવા સુકૃત-આરાધના કરવા જીવવું જોઇએ કે જેથી ભવિષ્ય માટે ઘણા પુણ્ય કાર્ય થાય ને પાપકાર્યો અટકી જાય. એટલા માટે જ લાંબુ જીવવું જરુરી છે. દુ:ખ છે, તો એ દૂર કરવાના ઉપાયો કરવા, મરી જવું એ બાલિશતા છે. મૂર્ખતા છે. જીવન જશે, દુ:ખ આગલા ભવમાં કેરી ફોરવર્ડ થશે. ઉપાય છે-સમતાથી દુ:ખ સહી લેવાને ભવિષ્ય સુધારવા ઉત્તમ કાર્યોમાં લાગી જવું. દેહ મુક્ત થવું એટલે દેહની મમતા છોડી આત્મચિંતામાં લાગી જવું. અજ્ઞાનીનો પનારો ખરેખર ખતરનાક છે.
ધન્યકુમાર ચરિત્ર 19 :-
અપ્રમત્તભાવે અભયદાન અને સાધુઓને ભણાવવા ઇત્યાદિ-ઉત્કૃષ્ટ સુપાત્રદાન તીર્થંકર પદવી સુધી પહોંચાડે છે. લોકો પણ કહે છે-દાન કદી નિષ્ફળ નથી જતું. સુપાત્રમાં કરેલું દાન મોટું-વિશિષ્ટ ફળ આપે છે. સસ્તામાં શ્રેષ્ઠ રત્નો પ્રાપ્ત કરવા-આ છે સુપાત્રદાનનો મર્મ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો