ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

Janva Jevu Jainism

Janva Jevu Jainism

જાણવા જેવું ( ઐતિહાસિક વાતો )

(૧)  રાવણને ૧૨૫૦૦૦ પુત્રીઓ હતી.

(૨)   હરિભદ્રસૂઢબરી એ ૧૪૪૪ ગ્રંથ ની રચના કરી.

(૩)   હેમચંદ્રચાર્યે સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યા. 

(૪)   રાણકપુરતીર્થ ધન્નાપોરવારે બંધાવ્યું.

(૫)   મહાવીરપ્રભુ એ પચ્ચીસમાં ભવમાં ૧૧૮૦૬૪૫ માસક્ષમણ કર્યાં

(૬)   તારંગાજી તીર્થ કુમારપાળ રાજા એ બંધાવ્યું.

(૭)   ભોજરાજા હરરોજ સવાલાખ સોનૈયાનું દાન આપતા.

(૮)   વિક્રમ રાજા હરરોજ સવાકરોડ સોનૈયાનું દાન આપતા.

(૯)  ચોવીસ તીર્થંકર ભગવંતોની ગણધર સંખ્યા ૧૪૫૨ .

(૧૦)  શ્રેણીકરાજા પુણીયા શ્રાવક પાસે સામાયિક નું ફળ માગવા ગયા હતા.

(૧૧)  મહાવીરપ્રભુને નયસારના ભવમાં સમકિતની પ્રાપ્તિ થઇ.

(૧૨)  મહાવીરપ્રભુ એ છેલ્લું ચોમાસું પાવાપુરી માં કર્યું.

(૧૩)  મહાવીરપ્રભુ ના અગિયાર ગણધર હતા.

(૧૪)  વીસ તીર્થંકરો સમેતશિખર પર મોક્ષ પામ્યા.

(૧૫)  આ અવસર્પીની કાળમાં સર્વ પ્રથમ મોક્ષે મારુદેવી માતા ગયાં.

(૧૬)  ચૌદ પૂરવનો સાર નવકાર મંત્રમાં છે.

(૧૭)  સંસારદાવા જોડાક્ષર વગરનું સૂત્ર છે.

(૧૮)  મૌન અગિયારસની આરાધના સુવ્રત શેઠે કરી.

(૧૯)  શ્રીપાલરાજા અને મયના સુંદરી એ સિદ્ધચક્રની આરાધના કરી.

(૨૦)  સમ્પ્રતિરાજાએ પૂર્વ ભવમાં પેટની ભૂખ પૂરવા દિક્ષા લીધી.

(૨૧)  પરમાત્માના જન્મની ઉજવણી દેવો સ્નાત્ર પૂજાથી કરે છે.

(૨૨)  ચંપા શ્રાવિકા એ છ માસના ઉપવાસ કર્યાં.

(૨૩)  સુભદ્રાસતી ના પ્રભાવે ચંપાનગરીનું દ્વાર ખુલ્યું.

(૨૪)  કૃષ્ણમહારાજે ૧૮૦૦૦ સાધુઓ ને વિધિ સહીત વંદન કર્યું.

(૨૫)  પરમાત્મા સમોવસરણમાં બેસી દેશના આપે છે.

(૨૬)  શ્રી ઋષભદેવ ભગવાને પારણું (પ્રથમ) ઈક્ષુરસથી થયું હતું

 બાકીના ત્રેવીસ તીર્થંકરો ને ખીરથી થયું હતું .

(૨૭)  શ્રી ઋષભદેવ ભગવાન ત્રીજા આરના છેડે થયા અને ૮૯(નેવ્યાસી)

 પખવાડિયા બાકી રહ્યા ત્યારે મોક્ષે સિધાવ્યા.બાકી ત્રેવીસ તીર્થંકર ચોથા આરામાં થયા તેના ૮૯ (નેવ્યાસી) પખવાડિયા બાકી રહ્યા ત્યારે મહાવીર પ્રભુમોક્ષે સિધાવ્યા.

(૨૮)  શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ આરાધના તપ બારમાસ, બીજા તીર્થંકર અજીતનાથ ભગવાન થી ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વપ્રભુ સુધી આઠમા અને મહાવીર પ્રભુ ના શાસન માં ઉત્કૃષ્ટ આરાધના તપ છ (૬) માસ છે.

(૨૯)  શ્રી ઋષભદેવ ભગવાન થી લઈને શ્રી કુંથુનાથ ભગવાન સુધી ચૌદપૂર્વની પ્રવૃતિ તથા વિચ્છેદ અસંખ્યાત વર્ષ તથા શ્રી અરનાથ ભગવાનથી શ્રી પાર્શ્વપ્રભુ સુધી ચૌદપૂર્વ અને વિચ્છેદ પણ અસંખ્યાત કાળ હતો, શ્રી  મહાવીર પ્રભુના શાસનમાંચૌદપૂર્વની પ્રવૃત્તિ ૧૦૦૦ વર્ષ અને વિચ્છેદ ૨૦૦૦૦ વર્ષનો છે.

(૩૦)  તીર્થંકર ભગવંત ત્રીજા અને ચોથા આરામાં જ ઉત્પન્ન થાય આ અનાદિ કાળનો  નિયમ છે.

(૩૧)  શ્રી ઋષભદેવ ભગવાન પછી પચાસ કોટી સાગરોપમ બાદ શ્રી અજીતનાથ પ્રભુ થયા.

સૌધર્મ ઇન્દ્ર નું આયુષ્ય ઉત્કૃષ્ટ બે સાગરોપમ છે, તેથી એટલા સમયમાં પચ્ચીસ લાખકોટી ઇન્દ્રો થયા.

(૩૨)   શ્રી શાંતિનાથ ભગવાનની માતાએ ચૌદ સ્વપ્ન બે વાર જોયા, તે સ્વપ્નો તીર્થંકરપણા

અને ચક્રવર્તી પણા ના સૂચક હતા.

(૩૩)  તીર્થંકર પરમાત્મા પ્રથમ પ્રહાર સુધી દેશના આપે, ત્યાર બાદ બીજા પ્રહારમાં ગણધર મહારાજ દેશના આપે અને ચોથા પ્રહારમાં ફરીથી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે.

(૩૪)  ત્રેવીસ તીર્થંકરોને દિવસના પૂર્વ ભાગમાં પ્રથમ પ્રહરમાં કેવળજ્ઞાન થયું   અને શ્રી મહાવીરપ્રભુને દિવસના પશ્ચિમ ભાગમાં અંતિમ પ્રહરમાં કેવલજ્ઞાન થયું.

(૩૫)  ચૌદપૂર્વી મહાત્મા ઉત્કૃષ્ટ સર્વાર્થ સિદ્ધ અથવા મોક્ષમાં પણ જાય છે.

(૩૬)  અજીતશાંતિ સ્ત્રોત્રની રચના શ્રી નમિનાથપ્રભુના ગણધર નંદિષેણમુનિ શત્રુંજય પર આવ્યા ત્યારે થઇ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top