રવિવાર, 27 સપ્ટેમ્બર, 2020

Ranakpura Paswnath

શ્રી રાણકપુરા પાર્શ્વનાથ 
        સાત ફણાથી અલંકૃત,શ્યામવર્ણા,પદ્માસનારૂઢ પાષાણના ૧૯ ઇંચ ઉંચા અને ૧૫ ઈંચ પહોળા પરિકર સહિત શ્રી રાણકપુરા પાર્શ્વનાથ પ્રભુ રાણકપુરજી તીર્થમાં શિખરબદ્ધ જિનાલયમાં મૂળનાયક તરીકે બિરાજમાન છે.
        ૧૫માં સૈકામાં તપાગચ્છાધિપતિ પૂ.આ.શ્રી સોમસુંદરસૂરિનો સત્સંગ થતા રાણાકુંભાના કુશળમંત્રી ધરણાશાના અંતરમાં એક ભવ્ય જિનપ્રાસાદ નિર્માણ કરવાની ભાવના થઈ.પોતાના અરમાનો પૂર્ણ કરવા કુંભારાણા પાસેથી જમીન ખરીદી ત્યાં રાણપુર ગામ વસાવ્યું.કુશળ શિલ્પીઓને બોલાવી ભવ્ય ચતુર્મુખ જિનપ્રાસાદ બનાવ્યો.નગરમાં આ જિનાલય ઉપરાંત બીજા ૬ જિનાલયો વિદ્યમાન હતા.કાળક્રમે આજે તો માત્ર ૩ જિનાલયો અને ધર્મશાળા સિવાય આખું ગામ સુમસામ ભાસે છે.
       ધરણવિહારની સામે ઉત્તરાભિમુખ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મનોહર જિનાલય શોભી રહ્યું છે. રાણકપુરના વાસી આ પાર્શ્વનાથ શ્રી રાણકપુર પાર્શ્વનાથજી તરીકે ઓળખાય છે.
       કલાત્મક સ્તંભો જિનાલયને અતિ ઉત્કૃષ્ટ બનાવે છે.અને શિલ્પનો કલાવૈભવ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.
       કાર્તિકી પૂનમ,ફાગણ પૂનમ તથા ચૈત્રી પૂનમના દિને અહીં મેળો ભરાય છે.
સ્તુતિ

રાણકપુરા ધામ ધરણાશાહ જ્યાં વિકસાવતા,પ્રભુપાર્શ્વનું મંદિર તિંહા સહુ સ્થપતિઓ મળી સ્થાપતા,છે તીર્થ પ્રભુઆદિ તણું,જ્યાં પાર્શ્વ પ્રભુપણ જાગતા,શ્રી રાણકપુરા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના

જાપ મંત્ર

ૐ હ્રીં અર્હં શ્રી રાણકપુરા પાર્શ્વનાથાય નમઃ

તીર્થનું સરનામું

શ્રી રાણકપુરા પાર્શ્વનાથ શ્વેતાંબર જૈન તીર્થ, 
મુ.પો.રાણકપુર,સ્ટે. ફાલના,તા. બાલી,જિ. પાલી(રાજસ્થાન)
ફોન :- ૦૨૯૩૪ ૨૮૫૦૨૧
૦૯૮૨૯૮૩૩૮૧૬

ભોજનશાળા તથા ધર્મશાળા ની સુંદર વ્યવસ્થા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top