કોલરગઢ તીર્થ શ્રી આદિનાથ ભગવાન
કોલરગઢ તીર્થમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાન પદ્માસન બિરાજમાન છે. પ્રભુની પ્રતિમા 75 સે.મી.ની અને શ્વેત વર્ણની છે. આ તીર્થ સિરોહીથી 10 કિ. મી. દૂર છે. એવું કહેવું મુશ્કેલ છે કે આ તીર્થ કેટલું પ્રાચીન છે. પરંતુ મૂળનાયકની પ્રતિમા , આસપાસનું વાતાવરણથી આ જિનાલય પ્રાચીન છે.
બહુ ચમત્કારિક અને સુંદર પ્રભુની પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની હોય એવું અનુમાન છે. જિનાલયમાં એક શિલાલેખમાં વિક્રમ સંવત 1721 નો ઉલ્લેખ છે. પરંતુ આ જિનાલય જીણોદ્ધારનો પણ હોઈ શકે છે. વિક્રમ સંવત 1858 માં શ્રેષ્ઠીવર્ય શ્રી જવાનમલજી દ્વારા જિનાલયનો પુનઃજીણોદ્ધાર કરાવ્યો છે.
એક વાર પુનઃજીણોદ્ધાર કરવામાં આવ્યો છે. દર વર્ષે અષાઢ વદ 13 ના દિવસે ધજા ચઢાવાય છે. અહીંયા દર વર્ષે કારતક , ચૈત્ર પૂનમ અને ચૈત્ર વદ 8 ના દિવસે મેળા જેવો માહોલ હોય છે. આ તીર્થ સિરોહીથી 10 કિ. મી. દૂર પર છે જે અર્ધશત્રુંજયથી ઓળખાય છે. નજીકનું રેલ્વે સ્ટેશન પિંડવાડા છે. ત્યાંથી 32 કિ. મી. દૂર છે.
સરનામું
શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર તીર્થ પેઢી -કોરલગઢ
પોસ્ટ - પાલડી,
તહસીલ-શિવગંજ
પિન કોડ 307047
જિલ્લો સિરોહી,રાજસ્થાન
ફોન નંબર -
02976 -54602
9414243928
9414596269
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો