રવિવાર, 27 સપ્ટેમ્બર, 2020

posina Paswnath

श्री पोसीना पार्श्वनाथ – नाना पोसीना
गुजरात के साबरकांठा जिले में नाना पोसिना गाँव में भव्य शिखर बद्ध जिनालय में श्री पोसीना पार्श्वनाथ प्रभुबिराज्मान है| ये प्रतिमाजी ३१ इंच ऊँचे व २९ इंच चौड़े है| इस तीर्थ का इतिहास रोमांचक है|
१२ सदी के पूर्व की घटना है| एक भरमान खेत में हल चला रहा था, अचानक कंथेर वृक्ष के नीचे वह हल फंस गया| कुतुहल प्रिय ब्रहमान ने वहां जांच की तो जमीन खोदने पर उसे ३१ इंच की मनोहर प्रतिमा प्राप्त हुई| ब्रह्माण प्रभु के दर्शन कर गद्गद् हो गया| उसने सोचा , “यह प्रतिमाजी यहाँ रखने उचित नहीं है|” उसने वह प्रतिमा जैन संघ को अर्पित की| श्री संघ ने वहां भव्य जिनालय बनवाया और प्रभुजी की प्रतिष्ठा की|
उसके बाद श्री कुमारपाल राजा ने वहाँ भव्य जिनालय बनाया| कालक्रम से उसे मंदिर के स्नेक बार जिणोरद्वार भी हुए|
इस जिनालय में रहे अन्य जिनबिंबो पर वि.सं. १२०१ आदि के लेख है|
इडर संघ की पेढ़ी, सेठ आनंदजी मंगलजी पेढ़ी इस तीर्थ की व्यवस्था करती है|

यात्रिको आववानी सूचना रुपे आजे पण जिनालयनी धजा ध्वजदंड फरती गोल वींटलाई जाय छे । जेनो जीणोद्धार पूज्य दादा गुरुदेव लब्धिसूरीश्वरजी महाराज साहेब अने हालमां पूज्य स्थूलभद्र सूरीश्वरजी महाराज साहेब ए कराव्यो छे । 
શ્રી નાના પોસીના પાર્શ્વનાથ
❤💚💛💜❤💚💛💜❤💚💛💜
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલા નાના પોસીના (સાબલી) ખાતે પરમપ્રભાવક અને ચમત્કારિક તીર્થધામ શ્રી પોસીના પાર્શ્વનાથનું પ્રાચીન જિનાલય આવેલું છે. શ્રી પોસીના પાર્શ્વનાથજી ના દર્શન માત્રથી મનની અશાંતિ હણાઈ જાય છે. તેવી આ દિવ્ય પ્રતિમાજી છે. આ તીર્થ ઈડરથી ૨૨ કિ.મી.ના અંતરે આવેલુ છે. ઈડર તાલુકાના નાના પોશીના ગામની વચ્ચોવચ શ્રી પોશીના પાર્શ્વનાથનું ભવ્ય શિખરબંધી પ્રાચીન જિનાલય આવેલું છે. શ્વેત પાષાણના, પદ્માસનસ્થ, શ્રી પોશીના પાર્શ્વનાથના મસ્તકે ફણા નથી. પ્રતિમાજીની ઊંચાઈ ૩૧ ઇંચ અને પહોળાઈ 29 ઇંચની છે. આ પ્રતિમાજી મહારાજા સંપ્રતિના સમયના છે.❤💚💛💜❤💚💛💜❤💚💛💜

બારમા સૈકા પૂર્વે એક ધર્મ શ્રદ્ધાળુ બ્રાહ્મણ પોતાનું ખેતર ખેડી રહ્યો હતો. ત્યારે તેનું હળ કંથેરવૃક્ષ નીચે અટક્યું આથી તે બ્રાહ્મણને આશ્ચર્ય થયું. તેણે તરત જ પોતાના હળને દૂર કર્યું અને તે જગ્યાએ ખોદકામ કર્યું. ત્યાં તેની દૃષ્ટિમાં શ્રી પાર્શ્વનાથજી ની પ્રતિમા જોવામાં આવી.

બ્રાહ્મણ દેવતા અત્યંત આનંદ પામ્યા તેમણે ખૂબ ધૈર્યથી ૩૧ ઇંચ ઉંચી પ્રતિમાજીને ભૂમિમાંથી બહાર કાઢી. બ્રાહ્મણના હરખનો પાર નહોતો. તેને થયું કે આ પ્રતિમાજી ખેતરમાં રહે તે યોગ્ય ન કહેવાય. આથી તેણે આજિનબિંબ સંઘના હાથમાં સોંપ્યું. શ્રીસંઘે ગામની વચ્ચોવચ જિનાલયનું નિર્માણ કરાવીને તેમાં પ્રતિમાજીનો ભવ્ય મહોત્સવ યોજીને પ્રતિષ્ઠિત કરાવી આ પ્રતિમાં તે જ શ્રીપોસીના પાર્શ્વનાથ.

મહારાજા કુમારપાળના સમયમાં નૂતન ભવ્ય જિનાલય બન્યુ. ત્યાર પછી તો અનેકવાર આ જિનાલયના જીર્ણોદ્ધાર થતાં રહ્યાં, વિક્રમ સંવત 1201થી સત્તરમી સદી સુધીમાં અનેક પ્રભાવક જૈનાચાર્ય દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ થયાના ઉલ્લેખો છે. આ તીર્થનો છેલ્લો જીર્ણોદ્ધાર આચાર્ય ભગવંત શ્રી લબ્ધિ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ના ઉપદેશથી થયો. વિક્રમ સંવત 2008ની પોષ વદ છઠના તેઓના શ્રી વરદ હસ્તે મૂળનાયક સહિત અન્ય જીન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા રંગેચંગે કરવામાં આવી હતી.આ તીર્થ દર્શનીય છે.❤💚💛💜❤💚💛💜❤💚💛💜

દર વર્ષે માગશર વદ દશમના રોજ ભવ્ય મહોત્સવ રચાય છે. આ દિવસે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. અહીં શ્રાવણ વદ આઠમના દિવસે જૈનેતરો નો મોટો મેળો ભરાય છે. આ તીર્થ અત્યંત પ્રભાવક અને પ્રાચીન છે. અનેક લોકોને આ પ્રતિમાજીના દર્શનથી ચમત્કાર જોવા મળ્યા છે. અનેક જૈનાચાર્યો અને મહાપુરુષોએ શ્રી પોસીના પાર્શ્વનાથ તીર્થની વંદના કરી છે. તેમ જ સ્તુતિ રચી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top