બાપજી મહારાજ સાહેબ ના જીવનકાળ નો સંક્ષિપ્ત પરિચય....
(૧) વિક્રમ સંવત ૧૯૧૧ ને શ્રાવણ સુદ પૂનમે ખેતરપાળ ની પોળ, માણેકચોક, અમદાવાદ શહેરમાં જન્મ થયો હતો.... જન્મે નામ ચુનીલાલ હતું. માતા ઉજમ બેન અને પિતા મનસુખલાલ ના દુલારા હતાં. છ ભાઈ અને એક બહેન વચ્ચે પ્યારા હતાં.
(૨) વિક્રમ સંવત ૧૯૩૪ જેઠ સુદ બીજ ના રોજ ૨૩ વર્ષની યુવા ઉંમરે મોહભર્યા સંસાર નો ત્યાગ કરીને અમદાવાદ રાજનગરમાં સંયમ ગ્રહણ કર્યો.
(૩) વિક્રમ સંવત ૧૯૫૭ અષાઢ સુદ અગિયારસ ના રોજ ૪૬ વર્ષ વયે સુરત મુકામે પન્યાસ પદવી પ્રાપ્ત થઈ.
(૪) વિક્રમ સંવત ૧૯૭૫ ને મહા સુદ પાંચમ ના રોજ ૬૪ વર્ષ વયે મેહસાણા મુકામે આચાર્ય પદે આરૂઢ થયાં.
(૫) શ્રી શેત્રુંજય ગીરીરાજ ની સર્વ પ્રથમ વખત ૮૦ વર્ષની જૈફ વયે કોઈ ડોળી, સહારા વગર પગપાળા યાત્રા કરેલ.
(૬) *૭૨ વર્ષની જૈફ વયે વરસી તપ નો શુભારંભ કરીને અવિરતપણે સતત ૩૩ વરસી તપ ૧૦૫ વર્ષનાં આયુષ્ય પર્યંત કર્યા.*
siddhisurishwarji (Bapji) Maharaj |
(૭) સરળ સ્વભાવ, પરમોપકારી, વચનસિદ્ધ મહાપુરુષ ૧૦૫ વર્ષનું દીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી વિક્રમ સંવત ૨૦૧૫ ને ભાદરવા વદ ચૌદસ ના રોજ અમદાવાદ રાજનગર વિદ્યાશાળા, દોશિવાડા ની પોળ મોક્ષગતિ ને પામ્યા.
(૮) સંયમ જીવન દરમિયાન અનેક આત્માઓને સંયમ માર્ગે જોડ્યાં. અને *૧૦૦૦ થી વધુ મુમુક્ષુને દીક્ષા આપી.*
(૯) નિત્ય ૧૦ લાખ થી વધુ સુરીમંત્રનો અજંપા જાપ કરતા.
(૧૦) બાપજી ના હુલામણા નામથી જાણીતા એવા બાપજી મહારાજ સાહેબે *જીવનકાળ માં ક્યારેય ગુસ્સો નથી કર્યો.* ક્યારેક ભૂલમાં ગુસ્સો આવે ત્યારે તેમનાં મુખમાંથી " તારું ભલું થાય " શબ્દો નીકળતાં.
(૧૧) વિદ્યાશાળા નો ઉપાશ્રય જ્યાં બાપજી મહારાજ સાહેબ મોક્ષગતિ પામ્યા, અને જમાલપુર સમાધિ સ્થળ જ્યાં બાપજી મહારાજ સાહેબને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જે બંને જગ્યાએ દર્શન વંદનનો લાભ લેશો.
tkra tkam કિનતૂકિન
જવાબ આપોકાઢી નાખોતો હુ બની ના હુ હ ર ત્યાં નો વા છે ત્
જવાબ આપોકાઢી નાખોFatledi aabha jo tu aa na khe t to pan no chos cha puri k
જવાબ આપોકાઢી નાખો