ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2020

Hu Chu Adham Me Karya Pap Anant Lyircs હું છું અધમ, મેં કર્યા પાપ અનંત,

Hu Chu Adham Me Karya Pap Anant Lyircs 


હું છું અધમ, મેં કર્યા પાપ અનંત,
માંગુ ક્ષમા, મને માફ કરો ભગવંત, 

અહિંસા, જૂઠ, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ,
મુજ કુકર્મીને કરો સ્થિર પરબ્રહ્મ. 

રાગ, દ્વેષ, અજ્ઞાનથી બહુ રે પીડાતો,
અંદરનો ઉકળાટ હવે નથી રે સહેવાતો. 

ઇન્દ્રિયોના વિષયોમાં રહ્યો હું તણાયો,
ગ્રહી બાંય હે ગુરુ તમે મને ઉગારો. 

પુદગલમાં માની સુખ બહિરાત્મભાવે ભટકતો,
ભવ અટવીની ઊંડી ખાઈમાં રહ્યો સરકતો. 

મોહ મિથ્યાત્વના કાદવમાં હું લેપાયો,
મારું તારું કરી બહુ ક્લેશે અટવાયો. 

દંભ અને કપટથી કરતો રહ્યો પ્રદર્શન,
થઈ સરળ મારે કરવા આત્માના દર્શન. 

મતાગ્રહી બસ મારું કહ્યું જ થાય,
સ્વચ્છંદ અને અભિમાન કેમ કરી જાય. 

આપવચનોમાં રહેવું મારે દ્રઢ દિનરાત,
કીધું તમે એ જ કરવું મારે હે નાથ. 

અનંત ભવચક્રો પછી મળ્યા સદગુરુ ભગવંત,
ધરું ધ્યાન આપના ગુણોનું તો થાય ભવઅંત. 

હે પરમ કૃપાળુ, તમે છો નિરંજન નાથ,
રહું તમ ચરણે સ્વામી રાખજો સદૈવ સાથ. 

સંગમાં રહ્યાં છતાં તમે નિર્લેપ, નિરંજન,
કૃપા તમારી, કર્યું તમે જ્ઞાનાંજન.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top