સોમવાર, 14 સપ્ટેમ્બર, 2020

Jain Sadhuna Gunvachak Ane Paryayvachi Namo no Ullekha


જૈન આગમ શ્રી દશ વૈકાલિક સૂત્ર,
શ્રી આવશ્યક સૂત્ર,શ્રી સૂયગડાંગ સૂત્ર,
શ્રી અનુયોગ દ્ગાર સૂત્ર,શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે આગમોમાં ગ્રંથોમાં જૈન #સાધુના_ગુણવાચક_અને #પયૉયવાચી_નામોનો_ઉલ્લેખ_છે,તે અત્રે પ્રસ્તુત કરેલ છે.

#નમો_લોએ_સવ્વ_સાહૂણં..
નમસ્કાર હોજો લોકમાં બીરાજમાન સર્વે પૂજ્ય સાધુ - સાધ્વીજીઓને

શ્રમણ... સંયમ સ્વીકારી કર્મો ખપાવવા શ્રમ કરનાર,
મુનિ... મૌનમાં મસ્ત રહી..એકાંત મુક્તિના સાધક,
નિગ્રંથ... રાગ - દ્ગેષ રહિત,
ભિખ્ખૂ... ભિક્ષુક એટલે કે ભિક્ષાચરીથી જીવન નિવૉહ કરનાર,
રૂક્ષ.. આસક્તિ રહિત જીવન જીવનાર,
અણગાર.. ઘર રહિત
આયૅ કે આયૉજી... આયૅ સંસ્કૃતિ અને કૂળને ઉજાગર કરનાર,
માહણ... જીવ માત્રની હિંસા ન કરવાનો ઉપદેશ આપનાર,
ઋષિ.. જગતની ત્રૈકાલિક સ્થિતિનું મનન કરનાર,
સંયત... સંયમ પાલનમાં નિરંતર પ્રયત્નશીલ,
મુહાજીવી... મૂલ્ય ચૂકવ્યા વિના જીવન વ્યતિત કરનાર,
બુધ્ધા... તત્વના જાણનાર,
દંતા... ઈન્દ્રિયોનું દમન કરનાર,
મુત્તા... બાહ્ય અને આભ્યંતર પરિગ્રહથી મુક્ત,
તિગુત્તા.. ત્રણ ગુપ્તિના ધારક,
તાઈણો... છકાયના રક્ષક સાધુ,
વિરય.. વિરત - વિવિધ પ્રકારના વ્રતોમાં રત,
પડિહય.. પાપને પ્રતિહત કરનારા,
પંચાસવ પરિણાયા... પાંચ આશ્રવોના જાણનાર,
પંચ નિગ્હણા... પંચેન્દ્રિયોનો નિગ્રહ કરનાર,
ધીરા.. ધીર,નિભૅય,સાત ભયથી રહિત,
ઉજ્જુદંસિણો... ઋજ્જુ દ્રષ્ટિથી મોક્ષ માગૅમાં વિશ્વાસ રાખનારા,
છસુસંજયા... છકાય જીવોની જયણા કરનારા,
સાધુ.. જેનું જીવન સાદુ એનું નામ સાધુ,
સંત... કદી ન કરે તંત,
મહારાજ સાહેબ... રાજા અને મહારાજા જેના ચરણોમાં વંદન કરે તેને મહારાજ સાહેબ કે મહારાજા કહેવાય છે.
મહાસતિજી... સતિઓમાં પણ શ્રેષ્ઠ,
ગુરુ... અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરનાર.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top