બુધવાર, 29 જુલાઈ, 2020

Amne Amara Prabhuji Vahala Che અમને અમારા પ્રભુજી વ્હાલા છે

Amne Amara Prabhuji Vahala Che Lyrics 


અમને અમારા પ્રભુજી વ્હાલા છે,
કરુણા માં સાગર છે... તારણહારા છે...
જીવો ના પ્યારા છે... 
અમને અમારા પ્રભુજી વ્હાલા છે....

દ્વારે તમારે હું તો દોડી ને આવ્યો છું,
મોહ માયા ને હું તો છોડીને આવ્યો છું,
ગુણો તમારા સૌ ગાઈને હરખે છે,
આનંદે હૈયું આ નાચે છે... 
અમને અમારા પ્રભુજી વ્હાલા છે....

તુજ ચરણ માં હું તો શીશ નમાવું છું,
ભાવ ભરેલા હૈયે શરણું સ્વીકારું છું,
મુજને તું તારી લે મુજને ઉગારી લે,
અરજ અમારી ઓ... ઓ... ઓ... 
અમને અમારા પ્રભુજી વ્હાલા છે....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top