બુધવાર, 11 નવેમ્બર, 2020

Dharlu Sau Kaam Siddha Karva Manibhadra veer


 || ૐ અસીઆઉસા નમઃ શ્રી માણિભદ્ર દિસતુ મમ સદા સર્વકાર્યેષુ સિદ્ધિં ||


ધારેલું સહુ કામ સિધ્ધ કરવા , છો દેવ સાચા તમે


ને વિદનો સઘળા વિનાશ કરવા છો શક્તિશાળી તમે


સેવે જે ચરણો ખરા હ્રદયથી તેને ઉપાધી નથી


એવા શ્રી માણિભદ્ર દેવ તમને વંદુ ઘણા ભાવથી


દેવા સુખ સમસ્ત જનને જે છે સદા જાગતા


સેવાના કરનારના પલકમાં કષ્ટો બધા કાપતા ,


સિધ્ધિ સર્વ મળે અને ભય ટળે , આપે સદા સન્મતિ


એવા શ્રી માણિભદ્રદેવ તમને નમતા આનંદ થાય અતિ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top