તમે મહાવિદેહે જઈને
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે,
મારા ભરતક્ષેત્રના દુઃખ,
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે…
અજ્ઞાનતા અહીં છવાઇ ગઇ છે,
તત્ત્વોની વાતો ભૂલાઇ ગઇ છે;
હાંરે એવા આત્માનાં દુઃખ મારા,
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે ।।૧।।
પુદ્ग़લના મોહમાં ફસાઈ ગયો છું.
કર્મોની જાળમાં જકડાઇ ગયો છું;
હારે એવા કર્મોના દુઃખ મારા,
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે ।।૨।।
મારૂં ન હતું તેને મારૂં કરી જાણ્યું,
મારૂં હતું તેને ના રે પિછાણ્યું;
હારે એવા મુર્ખતાના દુઃખ મારા,
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે ।।૩।।
સીમંધર-સીમંધર હૃદયમાં ધરતો,
પ્રત્યક્ષ દરિશનની આશા હું કરતો;
હારે! એવા વિયોગના દુઃખ મારા,
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે ।।૪।।
સંસારી સુખ મને કારમુંજ લાગે,
પ્રભુ તમ વિણ જઈ કહું કોની પાસે
હાં રે એવા વીરવીજયંના દુઃખ મારા
કહેજો ચાંદલિયા (૨ વાર),
સીમંધર તેડાં મોકલે ।।૫।।
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો