ગુરુવાર, 5 નવેમ્બર, 2020

Vari Hu Sumti Jinand Ni Lyrics Jain Stavan

Vari Hu Sumti Jinand Ni Lyrics Jain Stavan

મારા પ્રભુજીશું બાંધી પ્રીતડી,

એ તો જીવન જગ આધાર; સનેહી

વારી હું સુમતિ જિણંદની…

એ તો જીવન…


પ્રભુજી સાચો તે સાહિબ સાંભરે,

ક્ષણમાંહે કોટી કોટી વાર; સનેહી

વારી હું સુમતિ જિણંદની (૧)


પ્રભુજી થોડા બોલા ને નિપુણ ઘણાં,

એ તો કાજ અનંત કરનાર; સનેહી

વારી હું સુમતિ જિણંદની…

પ્રભુજી ઓલગ જેહની જેવડી,

ફળ તેહવા તસ દેનાર; સનેહી (૨)

વારી હું સુમતિ… એ તો જીવન…


પ્રભુજી અતિ ઘીરો લાજે ભર્યો,

જિમ સિંચ્યો સુકૃતમાળ; સનેહી

વારી હું સુમતિ જિણંદની…

પ્રભુજી એક જ કરૂણાની લ્હેરમાં,

સુનિવાજે કરે નિહાલ; સનેહી (૩)

વારી હું સુમતિ… એ તો જીવન…


પ્રભુજી ભવસ્થિતિ પાકે ભક્તને,

કોઈ કહે કીન રે પસાય; સનેહી;

વારી હું સુમતિ જિણંદની…

પ્રભુજી ઋતુ વિના-કહો કેમ તરૂવરે,

ફળ પાકીને સુંદર થાય; સનેહી (૪)

વારી હું સુમતિ… એ તો જીવન…


પ્રભુજી અતિ ભૂખ્યો પણ શું કરે,

કાંઇ બેઉં હાથે ન જમાય; સનેહી

વારી હું સુમતિ જિણંદની…

પ્રભુજી દાસતણી ઉતાવળે,

પ્રભુ કિણ વિધ રીઝયો જાય; સનેહી (૫)

વારી હું સુમતિ… એ તો જીવન…


પ્રભુજી લખિત હોય તે લાભીએ,

મન માન્યા શ્રી જિનરાજ; સનેહી

વારી હું સુમતિ જિણંદની…

પ્રભુજી ફળ તો સેવાથી સંપજે,

વિણ ખણે ન ભાંજે ખાજ; સનેહી (૬)

વારી હું સુમતિ… એ તો જીવન…


પ્રભુજી વિસાર્યા નવિ વિસરે,

સામું અધિક હોયે છે નેહ; સનેહી

વારી હું સુમતિ જિણંદની…

પ્રભુજી મોહન કહે કવિ રૂપનો,

મુજ વાલા છે જિનવર એહ; સનેહી (૭)

વારી હું સુમતિ… એ તો જીવન…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top