Padma Prabhu Shu Man Lay Leene Lyrics jain Stavan
પદ્મપ્રભુ શું મન લય લીને, પદ્મ સમી જસ કાયજી,
પદ્મ લંછન પદ્માસન પુરે, બેઠા શ્રી જિનરાયજી
પદ્મપ્રભુ… (૧)
ચંચલ મન છે તો પણ દર્શન, દીઠે થાયે કરારજી;
મહેર નજરથી નિરખો સાહિબ, તો બિ પખિથી નિરધારજી
પદ્મપ્રભુ… (૨)
મીઠી મૂરતિ સુરતિ તાહરી, પૂરિત અમૃત ધારજી;
અવર નજરમાં નાવે એવી, જો રૂપ હોવો અપારજી
પદ્મપ્રભુ… (૩)
આદર કરીને આશ ધરીજે, સમરથની સુવારજી;
ભાગ્ય ફલે આ વખતે સારું, એહ જવાબ ખરારજી
પદ્મપ્રભુ… (૪)
રાંક તણી રંગ એહજ પૂરણ, તુંહી શ્રી જિનરાજજી;
*વંછિત દાન દયાકર વિમલ, પદ આતમનું કાજજી
પદ્મપ્રભુ… (૫)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો