ગુરુવાર, 12 નવેમ્બર, 2020

Vir Zule Trishla Zulave Mahavir Swami Halradu

Vir Zule Trishla Zulave Mahavir Swami Halradu

વીર ઝૂલે ત્રિશલા.. ઝુલાવે.. ઝુલાવે..
ધીરે ધીરે મીઠાં મીઠાં ગીત સુણાવે
ઘડી રમે ઘડી હસે કરે મનમાની
શિશુ બનીને ખેલે જગતના સ્વામી
પ્યાર ભરી માતા પોઢાડે.. પોઢાડે..
ધીરે ધીરે મીઠાં…

સોનાના ફુમતાં, હીરાના ઝૂમખાં
પારણીયે બાંધ્યા, મોતીના ઝૂમખાં
ઝળાહળ તેજ કરે નીલમ પરવાળા
રૂપા કેરી ઘંટડી ના થાય રણકારા
હિર તણી દોરી બંધાવે.. બંધાવે..
ધીરે ધીરે મીઠાં…

માતા હરખાતી, મનમાં મલકાતી
મુખડું દેખીને માતા છલકાતી
ચૂમી ભરી વ્હાલ કરે બને ઘેલી ઘેલી
હૈયું વરસાવે હેત ની હેલી
સ્નેહ ભર્યા નયને નિહાળે.. નિહાળે..
ધીરે ધીરે મીઠાં…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top