Chandraprabh Chitma Vasya
રાગ: વૈષ્ણવ જન તો તેને કહિયે જે
ચંદ્રપ્રભ ચિત્તમાં વસ્યા રે, જીવન પ્રાણ આધાર રે,
તુમ વિણ કો દીસે નહીં રે, ભવિજનને હિતકાર રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૧।।
નિશદિન સૂતાં જાગતાં, ચિત્ત ધરે તાહરું ધ્યાન રે,
રાત-દિવસ તલસે બહુ રે, રસના તુમ ગુણ ગાન રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૨।।
માહરે તુમ સમ કો નહિ, મુજ સરિખા તુજ લાખ રે,
તોહિ નિજ સેવક ગણી રે, કાંઈક કરુણા દાખ રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૩।।
અંતરજામી તું ખરો, ન ગમે બીજા નામ રે,
સેવક અવસરે આવીયો, રાખો એહની લાજ રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૪।।
કરુણાવંત કૃપા કરીને, આપો નિજપદ વાસ રે,
ઉદયરત્ન એમ ઉચ્ચરે રે, દીજે તત્વ સુવાસ રે.
ચંદ્રપ્રભ ચિત્તમાં… ।।૫।।
રચયિતા: પૂ. ગણીવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો