સોમવાર, 9 નવેમ્બર, 2020

Sacho Jain Kon??

 સાચો જૈન કોણ..??


જેનું જીવન જિનાજ્ઞાના પાલન યુક્ત હોય તે સાચો જૈન..


વર્તમાનમાં કેટલાક (લગભગ બહોળા પ્રમાણમાં) જૈનો દિવાળીમાં બજારુ કે ઘરેલું મિઠાઇઓ વાપરે જ છે..


કઈ મિઠાઈ..??


કાજુ કતરી

કાજુ રોલ

પિસ્તા રોલ

અખરોટનો હલવો

વિગેરે..


હવે, સર્વજ્ઞ પ્રભુની તો આજ્ઞા છે કે,


ચોમાસામાં કાગદી બદામ સિવાય તમામ સુકામેવામાં અતિ સુક્ષ્મ જીવોત્પત્તિ થવાની સંપૂર્ણ સંભાવના રહેલી છે.. અંજીર બહુબીજ હોવાથી સર્વથા અભક્ષ્ય છે...


માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે કાજુ, અખરોટ, પિસ્તા વિગેરે તમામ સુકામેવા તથા બજારુ નારિયેળનું છીણ ચોમાસામાં સંપૂર્ણ અભક્ષ્ય જાણીને ત્યાગ કરવો જોઈએ..


કાગદી બદામને જે દિવસે ફોડો તે દિવસ પૂરતી ખપે, ઘીમાં શેકીને 15 દિવસ ખપે.. (કાગદી બદામ સિવાયના તમામ સુકામેવા ચોમાસામાં અભક્ષ્ય છે..)


નારિયેળનો ગોળો જે દિવસે ફોડો તે દિવસ પૂરતો ભક્ષ્ય.. જે દિવસે ગોળો ફોડ્યો હોય તે દિવસે છીણ કરીને ઘીમાં શેકવાથી 15 દિવસ સુધી ખપે...


માટે કાજુ કતરી, કાજુરોલ, કાજુ કસાટા, પિસ્તા રોલ, પિસ્તા બરફી, અખરોટનો હલવો વિગેરે તમામ મિઠાઇઓ ત્યાગવી..


(કેટલાક લોકો શ્રીસંઘના બેનર હેઠળ આવી મિઠાઇઓનું વેચાણ કરે છે જે યોગ્ય નથી..)


કાગદી બદામ માંથી જયણા પુર્વક બનાવેલ બદામ કતરી, બદામરોલ વિગેરે ખપે..


માર્ગદર્શક :


મુનિભગવંત શ્રી યોગીરત્ન વિજયજી મહારાજા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top