ગુરુવાર, 5 નવેમ્બર, 2020

Sumati Jineshwar Sahib Shobhta Lyrics Jain Stavan

Sumati Jineshwar Sahib Shobhta Lyrics Jain Stavan


સુમતિ જિનેશ્વર સાહિબ શોભતા,

સુમતિ કરણ સંસાર

સુમતિ જપ્યાં થી સુમતિ બધૈ ઘણી,

સુમતિ સુમતિ દાતાર… સુમતિ(૧)


ધ્યાન સુધારસ નિરમલ ધ્યાય નૈં,

પામ્યા કેવલ નાણ

બાણ સરસ વર જન બહુ તારિયા,

તિમિર હરણ જગભાણ… સુમતિ(૨)


ફટિક સિંહાસણ જિનજી ફાબતા,

તરુ અશોક ઉદાર

છત્ર ચમર ભામંડલ ભલકતો,

સુર દુન્દુભિ ઝિણકાર… સુમતિ(૩)


પુષ્પ-વૃષ્ટિ દિવ્ય-ધ્વનિ દીપતી,

સાહિબ જગ સિણગાર

અનંત જ્ઞાન દર્શન બલ ચરણ હી,

દ્વાદશ ગુણ શ્રીકાર… સુમતિ(૪)


વાણ અમી સમ ઉપશમ રસ ભરી,

દુર્ગતિ મૂલ કષાય

શિવ સુખનાં અરિ શબ્દાદિક કહ્યા,

જગ તારક જિનરાય… સુમતિ(૫)


અંતરયામી! શરણૈ આપરૈ,

હૂઁ આયો અવધાર

જાપ તુમારો નિશ દિન સંમરૂં,

શરણાગત સુખકાર… સુમતિ(૬)


સંવત ઉગણીસૈ સુદિપખ ભાદ્રવૈ,

બારસ મંગલવાર

સુમતિ જિનેશ્વર તન મન સ્યૂં રટ્યા,

આનંદ ઉપનો અપાર… સુમતિ(૭)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top