ગુરુવાર, 12 નવેમ્બર, 2020

Vir Ni Vate Chandna Diwani Lyrics Jain Stavan

Vir Ni Vate Chandna Diwani Lyrics Jain Stavan

ચંદનાની આંખ માં આંસુ (૨ વાર)

વીરની વાટે ચંદના દીવાની (૨ વાર)

હો… ચંદના વીર દીવાની

શ્રી મહાવીર દીવાની…

હો… ચંદના વીર દીવાની

શ્રી મહાવીર દીવાની…


માથે મુંડન બેડી છે પગમાં,

બાકુડા હાથમાં મન પ્રભુ સંગ માં,

આંખો શોધે અતિથિ ને જગ માં,

શ્રી નવકાર ને જપતિ મન માં

રાહ જોતી બેઠી દ્વારે…

વીરની વાટે… ।।૧।।


અભિગ્રહ ધરતા ઘર-ઘર ભમતા,

ભિક્ષા કાજે જોગી ફરતા,

પાંચ માસ પચ્ચીસ દિન સમતાને ધરતા,

કર્મને તોડી પાછા વળતા,

કૌશાબી નગરીની બારે…

વીરની વાટે… ।।૨।।


ઉંબરે બેઠી ચંદના પુકારે,

વીરજી આવ્યા ચંદનાને દ્વારે,

નિયમ અધૂરો જાણી ત્યારે,

પ્રભુજી પાછા વળિયા ત્યારે,

ધડ ધડ આંસુ સારે…

વીરની વાટે… ।।૩।।


આંસુડાં આવ્યા બાકુડા વહોર્યા,

પંચ દિવ્ય આકાશમાં પ્રગટ્યા,

સુંદર વાળ તે ક્ષણે મલિયા,

બેડી તૂટી પ્રભુજી મળીયા,

ચંદનાને ભવ થી ઉગારે…

“હર્ષ" ને ભવ થી તારે…

વીરની વાટે… ।।૪।।

રચયિતા : પૂ. મુનિ શ્રી રાજહર્ષ વિજયજી મ. સા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top