બુધવાર, 4 નવેમ્બર, 2020

Chandraprabhu ni Chakri Nitya Kariye Lyrics Jain Stavan

Chandraprabhu ni Chakri Nitya Kariye

ચંદ્રપ્રભુ ની ચાકરી નિત્ય કરીએ રે,

નિત્ય કરીએ રે, નિત્ય કરીએ,

કરીએ તો ભવજલ તરીએ ,

હાં રે ચડતે પરિણામ (૨ વાર)


લક્ષ્મણા માતા જનમીયા જિનરાય,

જિન ઊડુપતિ લંછન પાય,

એ તો ચંદ્રપુરી નો રાય,

હાં રે નિત્ય લીજે નામ (૨ વાર)

ચંદ્રપ્રભુ ની ચાકરી…


મહસેન પિતા જેહના પ્રભુ બલિયા,

મુને જિનજી એકાંતે મલિયા,

મારા મનના મનોરથ ફલિયા,

હાં રે દીઠે દુ:ખ જાય (૨ વાર)

ચંદ્રપ્રભુ ની ચાકરી…


દોઢસો ધનુષ્ય ની દેહડી જિન દીપે,

તેજે કરી દિનકર ઝીપે,

સુર કોડી ઉભા સમીપે,

હાં રે નિત્ય કરતાં સેવ (૨ વાર)

ચંદ્રપ્રભુ ની ચાકરી…


દશ લાખ પૂર્વનું આઉખું જિન પાળી,

નિજ આતમ ને અજવાળી,

દુષ્ટ કર્મના મર્મને ટાળી ,

હાં રે લહ્યું કેવલજ્ઞાન (૨ વાર)

ચંદ્રપ્રભુ ની ચાકરી…


સમેતશિખર ગિરિ આવિયા પ્રભુ રંગે,

મુનિ કોડી સહસ પ્રસંગે,

પાલી અણસણ ઉલટ અંગે,

હાં રે પામ્યા પરમાનંદ (૨ વાર)

ચંદ્રપ્રભુ ની ચાકરી…


શ્રી જિન ઉતમ રુપને જે ધ્યાવે,

તે કીર્તિ કમલા પાવે,a

મોહનવિજય ગુણ ગાવે,

હાં રે આપો અવિચલરાજ (૨ વાર)

ચંદ્રપ્રભુ ની ચાકરી…


 રચયિતા: પૂજ્ય મુનિરાજ શ્રી મોહનવીજયજી મહારાજ સાહેબ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top