બુધવાર, 18 નવેમ્બર, 2020

Shree Gautam Swami No Chhand

Shree Gautam Swami No Chhand

વીર જિનેશ્વર કેરો શિષ્ય,

ગૌતમ નામ જપો નિશદિન;

જો કીજે ગૌતમ નું ધ્યાન,

તો ઘર વિલસે નવે નિધાન… ૧

વીર જિનેશ્વર…


ગૌતમ નામે ગિરિવર ચઢે,

મન વાંછિત હેલા સંપજે;

ગૌતમ નામે નાવે રોગ,

ગૌતમ નામે સર્વ સંયોગ… ૨

વીર જિનેશ્વર…


જે વૈરી વીરૂઆ વંકડા,

તસ નામે નાવે ઢુંકડા;

ભૂત પ્રેત નવી મંડે પ્રાણ,

તે ગૌતમ ના કરું વખાણ… 3

વીર જિનેશ્વર…


ગૌતમ નામે નિર્મળ કાય,

ગૌતમ નામે વાધે આય;

ગૌતમ જિન શાશન શણગાર,

ગૌતમ નામે જયજયકાર… ૪

વીર જિનેશ્વર…


શાળ દાળ સુરહા ઘૃત ગોલ,

મનવાંછિત કાપડ તંબોલ;

ઘરસુઘરની નિર્મળ ચિત્ત,

ગૌતમ નામ પુત્ર વિનીત… ૫

વીર જિનેશ્વર…


ગૌતમ ઉદયો અવિચલ ભાણ,

ગૌતમ નામ જપો જગ જાણ;

મોટા મંદિર મેરુ સમાન,

ગૌતમ નામે સફળ વિહાણ… ૬

વીર જિનેશ્વર…


ઘર મયગલ ઘોડા ની જોડ,

વારૂં પહોચે વાંછિત કોડ;

મહીયલ મને મોટા રાય,

જો તુઠે ગૌતમ ના પાય… ૭

વીર જિનેશ્વર…


ગૌતમ પ્રણમ્યાં પાતક ટળે,

ઉત્તમ નર ની સંગત મળે;

ગૌતમ નામે નિર્મળ જ્ઞાન,

ગૌતમ નામે સફળ વાધે વાન… ૮

વીર જિનેશ્વર…


પુણ્ય વંત અવધારો સહુ,

ગુરૂ ગૌતમ ના ગુણ છે બહુ;

કહે લાવણ્ય સમય કરજોડ,

ગૌતમ ત્રુઠે સંપત્તિ ક્રોડ… ૯

વીર જિનેશ્વર…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top