બુધવાર, 4 નવેમ્બર, 2020

Jain Qustan Answar

 (૧)' કટાસણું ' શબ્દ કયા શબ્દ ઉપરથી બનેલો હોઇ શકે છે? તેનો અર્થ સમજાવો.

➡️ 'કષ્ટાસન' - કષ્ટપૂર્વકનું આસન તે કષ્ટાસન


(૨) કટાસણા ઉપર શું ન કરાવવું જોઇએ?

➡️ દોરાવર્ક ,એમ્બ્રોડરી, ડિઝાઈન વિગેરે


(૩) મુહપત્તિના ઉપયોગથી શેનું પાલન થાય છે?

➡️ ભાષાસમિતિનું


(૪) મુહપત્તિનું માપ શું છે?

➡️ એક વેંત અને ચાર આંગળ,ચારે બાજુથી ૧૬ આંગળ


(૫) ઘડી કરેલી મુહપત્તિ કેટલા આંગળ પહોળી હોવી જોઈએ?

➡️ છ આંગળ

 

(૬) મુહપત્તિને વાળવાથી કેટલા વળ વળે છે? શા માટે ?

➡️ અઢી વળ, - અઢી દ્વીપના પ્રતિક રૂપે

 

(૭) મુહપત્તિમાં એક તરફની અખંડ કિનારી શેના પ્રતિક રૂપે હોય છે? શા માટે?

➡️ મનુષ્યગતિ - કેમકે આ ગતિથી જ મોક્ષમાં જઈ શકાય છે.


(૮) મુહપત્તિના ત્રણ પડ શેના પ્રતિક છે?

➡️ જ્ઞાન,દર્શન,ચારિત્ર

 

(૯) મુહપત્તિ ઉપર શું કરવાથી દોષ લાગે છે?

➡️ ચિત્રકામ,દોરાકામ

 

(૧૦) સ્થાપનાચાર્યજી કેટલા પ્રકારના હોય છે?

➡️ બે પ્રકારના

 

(૧૧) સાધુ-સાધ્વીજી ભગવંત પાસે હોય તે કયા સ્થાપનાચાર્યજી કહેવાય છે?

➡️ યાવત્કથિત સ્થાપનાચાર્યજી

 

(૧૨) નવકાર,પંચિંદિયવાળી ચોપડીથી સ્થાપના કરીએ તે કયા સ્થાપનાચાર્યજી છે?

➡️ ઇત્વરકથિત સ્થાપનાચાર્યજી


(૧૩) સ્થાપનાચાર્યજીમાં કોની સ્થાપના હોય છે?

➡️ સુધર્માસ્વામીજીની


(૧૪) શેના પ્રતિક રૂપે સ્થાપના કરવાની હોય છે?

➡️ વિનયના

 

(૧૫) નવકારવાળી શેનું પ્રતિક છે?

➡️ આરાધનાનું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top