Sumati Jineshwar Murat Sundar Lyrics Jain Stavan
સુમતિ જિનેશ્વર મૂરત સુંદર,
સુમતિ પસાયે દીઠી રે
અણીયાળી આંખલડી જિનની,
મનમાં લાગી મીઠી રે
સુમતિ… (૧)
આશ વિલૂધાં બોઘા માણસ,
તારકની પરે તારે રે
આંખ તણે લટકે મુખ મટકે,
નિરખે સેવક જ્યારે રે
સુમતિ… (૨)
આસક એક દીદાર કરારી,
પ્રસન્ન હોવે મોટા રે
અલવી અવરની સેવા કરતાં,
શું આપે ચિત્ત ખોટા રે
સુમતિ… (૩)
જો પણ મનમાં સેવક સઘળા,
ગણતી માંહે ગણશે રે
મન મારે તોહી આશા પૂરણ,
વાતો, આહિંજ બનશે રે
સુમતિ… (૪)
ભક્તિતણે વશ વિસવાવીસે,
સેવા કરવા એહની રે
વિમલ મને દાન વંછિત દેશે,
નહિ પરવા તો કેહની રે
સુમતિ… (૫)
રચયિતા: શ્રી દાનવિમલજી મહારાજ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો