શુક્રવાર, 6 નવેમ્બર, 2020

Siddhagiri Ne Bhetvano Bhav Jagyo Lyrics Jain Stavan

Siddhagiri Ne Bhetvano Bhav Jagyo Lyrics Jain Stavan

સિદ્ધગિરિને ભેટવાનો ભાવ જાગ્યો રે,

ગિરિવરની ભક્તિમાં મારો મનડો લાગ્યો રે

ભવસાગરને તરવા માટે ગિરિવર નૈયા છે,

ઉજજવલ ગિરિને ભેટતા બસ ! હર્ષિત હૈયા છે,

મેરુ મહિધર તીર્થને મેં આરાધ્યો રે,

ગિરિવરની ભક્તિમાં… ||૧||


સિદ્ધાચલ વિમલાચલ, રેવત ગિરિવર નામ છે,

ભદ્રંકર ગુણકંદ ચરણમાં નિત્ય પ્રણામ છે,

મહોદયગિરિ મહાપીઠ ગિરિ શાશ્વત ભાખ્યો રે,

ગિરિવરની ભક્તિમાં… ||૨||


જ્યોતિ સ્વરુપ શિવપદ ઉદયગિરિ કીર્તિ ભારી છે,

કર્મસુદન સુરપ્રિય ગિરિવર જય જયકારી છે,

નંદીવર્ધન તાલધ્વજગિરિ દિલમાં રાખ્યો રે,

ગિરિવરની ભક્તિમાં… ||૩||


અજરામર પદ ચર્ચગિરિવર શિવદા સંતો છે,

નગેશ હેમગિરિ જયંતગિરિ જય જયવંતો છે,

કપર્દિવાસ અનંત શક્તિ ગ્રંથે દાખ્યો રે,

ગિરિવરની ભક્તિમાં… ||૪||


શશી રમણલાલ યાત્રા નવ્વાણું ભાવે કરાવે છે,

ચિન્તન અનુજ હળીમળીને મહાગિરિ આવે છે,

શત્રુંજય ઉત્સવ કરી જગમાં નામ કમાયો રે,

ગિરિવરની ભક્તિમાં… ||૫||


સૂરિ રાજેન્દ્ર” દ્રઢ શક્તિ ગિરિ મહિમા બતાવ્યો છે,

કંચનગિરિ સુભદ્ર અકર્મક નામ છાયો છે,

“જયન્તસેન” ગિરિરાજ ને ભક્તિ થી ગાયો રે,

ગિરિવરની ભક્તિમાં… ||૬||

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top