Padmaprabhu Muj Bhaaya Re Chittma Lyrics Jain Stavan
પદ્મપ્રભુ મુઝ ભાયા રે ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા
મોહ મહાબલ રિપુને જીતી, આજ શરણમાં આયા હો
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૧)
મહા ભયંકર ભવ જંગલમાં, દુઃખ અનન્તા પાયો
મિથ્યા ભાવની કુંજ ગલિનમાં, મૂરખ હું ભટકાયો રે
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૨)
સમકિત શુદ્ધિકારક જગમાં, તુમ આલમ્બન પ્યારા
ભાવના શુદ્ધિ માટે પ્રભુજી, એજ સદા સુખકારા રે
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૩)
જગમાં મારું કોઈ નહીં પ્રભુ, હું નહીં જગનો સ્વામી
દર્શન દાયક લાયક છો તુમ, મારા અંતરજામી રે
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૪)
અન્તરાયના કારણે યુગ તક, દર્શન હું નહી પાયો
ભણ્ડારી સાગર સંયોગે, આસ્રવ મેલ ધુલાયો રે
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (પ)
શાન્ત સલૂણી મુદ્રા પ્યારી, શોભિત પૂનમ ચન્દા!
ભવ્ય ચકોરને શાન્તિ પ્રદાયક, જગત જીવ અમન્દા રે
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૬)
બે હજાર ત્રેવીસમાં દર્શન, બારસ ચૈત્ર વદિ નામી
છરીપાલક સંઘ સહિત સૌ, આવ્યા નિજ સુખકામી
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૭)
લક્ષ્મણી તીરથ નાયક છો તુમ, “સૂરી રાજેન્દ્રજી" સ્વામી
“સૂરિ યતીન્દ્ર” ચરણમાં વન્દે, “જયન્ત” નિત સિર નામી રે
ચિત્તમાં, પદ્મપ્રભુ મુઝ ભાયા… (૮)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો